પ્રત્યુશા બેનર્જી ની મૌત આત્મહત્યા નહી પરંતુ હત્યા: એજાજ ખાન
સિરિયલ બાલિકા વધુમાં આનંદી નો રોલ કરનારી પ્રત્યુશા બેનર્જીની આત્મહત્યાથી આખો દેશ હેરાન છે. કોઈને પણ વિશ્વાસ નથી થતો કે પ્રત્યુશા બેનર્જી આત્મહત્યા પણ કરી શકે છે. ત્યાં પ્રત્યુશા બેનર્જીના મિત્ર એજાજ ખાને તેને આત્મહત્યા નહી પરંતુ હત્યા ગણાવી છે.
એજાજ ખાને મિડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પ્રત્યુશા બેનર્જી ઘણી જ સ્ટ્રોંગ હતી અને તે આત્મહત્યા જેવું પગલું ક્યારેય પણ ના લઇ શકે. એજાજ ખાને મિડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ આત્મહત્યા નહી પરંતુ હત્યા છે તેને પ્રત્યુશા બેનર્જીની બોડી જોઈ છે અને તેમાં ચેહરા પર મારના નિશાન પણ છે.

તમને જણાવી દઈએ કે પ્રત્યુશા બેનર્જી બાલિકા વધુના આનંદીનો રોલ કરી ખુબ જ ફેમસ થઇ ગઈ હતી અને તે બીગ બોસ માં પણ આવી હતી. પ્રત્યુશા બેનર્જી છેલ્લે ત્યારે સમાચારમાં આવી જયારે તેને કેટલાક લોકો અને પોલીસ પર તેના ઘર માં ઘુસીને તેની સાથે ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો.












Click it and Unblock the Notifications
