પ્રયાગરાજઃ 6 વર્ષની બાળકી સાથે ગેંગરેપ બાદ હત્યા

પ્રયાગરાજઃ 6 વર્ષની બાળકી સાથે ગેંગરેપ બાદ હત્યા

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં માણસાઈને શરમાવે તેવી ઘટના સામે આવી છે, જેને સાંભળી તમે પણ ધ્રૂજી ઉઠશો. અહી 6 વર્ષની બાળકી સાથે ગામના બે યુવકોએ ગેંગરેપ કર્યો અને બાદમાં ચાકૂથી તેનું ગળું ચીરી નાખ્યું. બાળકીના દેહને ખેતરમાં ફેંકીને આરોપીઓ ફરાર થઈ ગયા. ગુસ્સામાં ગ્રામજનોએ એક આરોપીને પકડીને મેથીપાક ચખાડ્યો. સૂચના મળતા જ પોલીસે આરોપીને ભીડ પાસેથી છોડાવ્યો અને મૃતદેહને કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

ઘરની બહાર જ રમી રહી હતી બાળકી

ઘરની બહાર જ રમી રહી હતી બાળકી

જાણકારી મુજબ મામલો પ્રયાગરાજ જિલ્લાના ફૂલપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આવતા એક ગામનો છે. ગામમાં જ રહેતી માસૂમ 9 જાન્યુઆરીએ બપોરે પાડોસીની અન્ય એક બાળકી સાથે રમી રહી હતી. આ દરમિયાન ત્યાં બે યુવક પહોંચ્યા અને બાળકીને ઘરથી 300 મીટર દૂર આવેલ બટાટાના ખેતરમાં લઈ ગયા. જ્યાં હેવાનોએ બાળકી સાથે ગેંગરેપ કર્યો. બાળકીએ ચીસાચીસ કરતાં નરાધમોએ બાળકીનું ગળું કાપી હત્યા કરી નાખી અને ઘટના સ્થળેથી ભાગી ગયા. જ્યારે મોડે સુધી બાળકી ઘરે ના આવતાં પરિજનોએ બાળકીની તલાશ શરૂ કરી દીધી. પાડોસમાં રહેતી બાળકીને પીડિતાના પિતાએ પૂછ્યું તો બાળકીએ જણાવ્યું કે બચ્ચૂલાલ સરોજ તેને પોતાની સાથે લઈ ગયો હતો. તેની સાથે અન્ય એક શખ્સ પણ હતો.

બટાટાના ખેતરમાં જ પડ્યો હતો માસૂમનો મૃતદેહ

બટાટાના ખેતરમાં જ પડ્યો હતો માસૂમનો મૃતદેહ

પરિજન જ્યારે બટાટાના ખેતર તરફ ગયા તો ત્યાં બાળકી અસ્ત વ્યસ્ત કપડાંમાં પડી હતી. ચાકૂથી બાળકીનું ગળું કાપી નાખવામાં આવ્યું ગતું. આજુબાજુમાં જમીન લોહી લુહાણ હતી. મૃતદેહ જોઈ ગ્રામજનો ભડકી ગયા. તેમણે બચ્ચૂલાલ સરોજને પકડી પાડ્યો અને ભારે ધોલાઈ કરી. તેને અધમરો કરી દીધો, ત્યારે જ પોલીસ ત્યાં પહોંચી ગઈ. ગ્રામજનો પાસેથી આરોપીને છોડાવી પોલીસ તેને પોલીસ સ્ટેશને લઈ ગયા.

પોલીસે શું કહ્યું

પોલીસે શું કહ્યું

સૂચના મળતા જ ફૂલપુર પોલીસ સાથે જ એસએસપી સત્યાર્થ અનિરુદ્ધ પંકજ, એસપી ગંગાપાર એનકે સિંહ તથા ક્ષેત્રાધિકારી નવીન કુમાર નાયક પણ ઘટના સ્થળે પહોંચી ગયા. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. બાળકીના પિતાએ ફૂલપુર કોતવાલી ક્ષેત્રના પહસી ગામના બચ્ચૂલાલ સરોજ સહિત બે યુવકો વિરુદ્ધ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. ક્ષેત્રાધિકારી નવીન કુમાર નાયકે જણાવ્યું કે એક આરોપી પોલીસ કસ્ટડીમાં છે, બીજાની પણ તલાશ થઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X