દિલ્લી હિંસાઃ ગર્ભવતી મહિલાના પેટમાં ટોળાએ લાત મારી, ઘર સળગાવ્યુ, તો પણ આપ્યો બાળકને જન્મ
દેશની રાજધાની દિલ્લીમાં છેલ્લા થોડા દિવસો હિંસા જોવા મળી. આ હિંસાની શિકાર શબાના પરવીન નામની મહિલા પણ બની. એ વખતે તે ગર્ભવતી હતી, તેમની સામે તેમના પતિના પીટવામાં આવ્યા, ટોળાએ શબાનાના પેટમાં લાત મારી, તેમને બચાવવા માટે આગળ આવેલી તેમની સાસુ પર પણ હુમલો કરવામાં આવ્યો અને છેવટે તેમના ઘરને આગના હવાલે કરી દેવામાં આવ્યુ. પરંતુ આ બધુ થવા છતાં એક ચમત્કાર થયો અને શબાનાએ એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો.
શબાના ઉત્તર-પૂર્વ દિલ્લીના કરાવલ નગર વિસ્તારની રહેવાસી છે. તેની સાથે જે થયુ તેને સાંભળીને દરેક જણ તેને ચમત્કાર જ ગણાવી રહ્યુ છે. લોકો તેના બાળકને ચમત્કારી બાળક કહીને બોલાવી રહ્યા છે. એ ભયાનક રાતને શબાના ક્યારેય નહિ ભૂલી શકે. તેમની સાસુ નશીમાએ જણાવ્યુ કે સોમવારની રાતે તે શબાના, તેમના પતિ અને તેમના બે બાળકો સાથે ઘરે સૂઈ રહ્યા હતા. ત્યારે અચાનક ટોળુ તેમના ઘરમાં ઘૂસી ગઈ.
નશીમા કહે છે, 'ભીડમાં આવેલા લોકોએ અમને ગાળો દીધી, મારા દીકરીને માર્યો, અમુક લોકોએ મારી વહુને પણ મરી અને જ્યારે હું તેને બચાવવા આવી તો મારા પર પણ હુમલો કર્યો. અમે વિચારી લીધુ હતુ કે અમે હવે નહિ બચી શકીએ પરંતુ અલ્લાહની મહેરબાનીથી અમે ટોળીાથી બચી ગયા. અમે શબાના પરવીનને નજીકની હોસ્પિટલમાં લઈને ગયા, જ્યાંથી ડૉક્ટરોએ અમને અલ હિંદ હોસ્પિટલ લઈ જવા માટે કહ્યુ. ત્યાં બુધવારે બાળકનો જન્મ થયો છે.'
માહિતી મુજબ શબાનાનો પરિવાર ઘણા દશકથી આ ઘરમાં રહે છે પરંતુ હવે આખુ ઘર રાખ બની ગયુ છે. નશીમાએ કહ્યુ કે 'તેમને ખબર નહોતી કે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તે ક્યાં જશે. તેમનુ કહેવુ છે કે બધુ રાખ થઈ ગયુ, કંઈ બચ્યુ નથી. કદાચ કોઈ સંબંધીને ત્યાં જઈશુ અને પછી જોઈશુ કે ફરીથી જિંદગીને પાટા પર કેવી રીતે લાવવી.'