ચૂંટણી માટે તૈયાર રહે કોંગ્રેસી સાંસદઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસી સાંસદો સાથે વાતચીત કરતા ચૂંટણી માટે તૈયાર રહેવાની વાત કરી છે. રાહુલ ગાંધી હાલ કોંગ્રેસી સાંસદો અને કાર્યકર્તાઓ સાથી મુલાકાત કરીને સતત રાજકીય પાઠશાળા લગાવી રહ્યાં છે અને ચૂંટણી અંગે જરૂરી ટિપ્સ આપી રહ્યાં છે.
રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી તાજી ટીપ્પણી ઘણું બધુ મહત્વ ધરાવે છે, કારણ કે યુપીએ સરકારની સ્થિરતા સામે જોખમ છે. એક તરફ કેન્દ્રીય બેની પ્રસાદ વર્માના રાજીનામાની માંગને લઇને સમાજવાદી પાર્ટી આકરા પાણીએ છે, તો બીજી તરફ શ્રીલંકન તામિળોના મુદ્દે ડીએમકે સાંસદોએ યુપીએ સરકારમાંથી રાજીનામા આપી દીધા છે.
જ્યાં સુધી રાજકીય પાર્ટીઓની વાત છે, જેડીયુ અને આરજેડીનું માનવું છે કે દેશમાં મધ્યકાલિન ચૂંટણીની સંભાવના નથી. તેનાથી વિપરીત સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે કહ્યું છે કે લોકસભાની ચૂંટણી ઓક્ટોબરમાં થઇ શકે છે.












Click it and Unblock the Notifications
