રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના કાર્યકાળને એક વર્ષ પૂરુ, આજથી ઓડિશાના ત્રણ દિવસીય પ્રવાસે મહામહિમ
President Draupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 25થી 27 જુલાઈ, 2023 દરમિયાન ઓડિશાની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ મુર્મુ 'અતૂટ બંધન' પરિવાર દ્વારા પ્રાયોજિત તબીબી વિદ્યાર્થીઓના જૂથ સાથે વાતચીત કરશે અને મંગળવારે સાંજે ભુવનેશ્વરમાં રાજભવન ઓડિશાના નવા બિલ્ડિંગ બ્લૉકનો શિલાન્યાસ કરશે.

એક સત્તાવાર નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ બુધવારે કટકમાં ઓરિસ્સા હાઈકોર્ટના 75મા વર્ષના સમાપન સમારોહને સંબોધિત કરશે. તેઓ SCB મેડિકલ કોલેજ અને હૉસ્પિટલ, કટકના વાર્ષિક સમારોહને પણ સંબોધિત કરશે અને તે જ દિવસે કટકમાં નેશનલ લૉ યુનિવર્સિટી ઓડિશાના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.
રાષ્ટ્રપતિ મુર્મુ 27 જુલાઈના રોજ ઓડિશામાં રાજભવન ખાતે ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો (PVTGs) સાથે વાર્તાલાપ કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 27 જુલાઈ, 2023ના રોજ રાષ્ટ્રપતિ રાજભવન, ઓડિશા ખાતે PVTG સભ્યો સાથે વાતચીત કરશે.
તે જ દિવસે, તેઓ રાષ્ટ્રવ્યાપી સેમિનાર અને સંમેલન આયોજિત કરવા માટે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયની આ વર્ષની થીમ 'સકારાત્મક પરિવર્તનના વર્ષ' લૉન્ચ કરશે અને દસાબટિયા, તમંડો, ભુવનેશ્વર ખાતે તેના 'લાઇટહાઉસ કૉમ્પ્લેક્સ'નો શિલાન્યાસ કરશે.












Click it and Unblock the Notifications
