For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ, પીએમ સહિત ઘણા નેતાઓએ આપી દેશવાસીઓને શુભકામના, પ્રિયંકા ગાંધીએ કહી ખાસ વાત

આજના આ પાવન પર્વ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ દેશને દિવાળીની શુભકામનાઓ આપી છે.

|
Google Oneindia Gujarati News

દીપોનો પર્વ દિવાળી આખા દેશમાં ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહ્યો છે. આજના દિવસે જ પ્રભુ રામ 14 વર્ષનો વનવાસ બાદ અયોધ્યા પાછા આવ્યા હતા. આજના આ પાવન પર્વ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ દેશને દિવાળીની શુભકામનાઓ આપી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી શુભકામના

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યુ કે દીવાળીના શુભ અવસર પર બધા દેશવાસીઓને શુભકામના, આવો આ દિવસે આપણે પ્રેમ, સહાનુભૂતિ અને મેલમિલાપની દીપક પ્રજ્વલિત કરીને બધાને ખાસ કરીને જરૂરિયાતમંદોના જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયત્ન કરીએ.

દિવાળીનો પર્વ લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવેઃ પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામનોઓ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ આપતા કહ્યુ કે દિવાળીનો પર્વ લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવે અને લોકોના જીવનમાં સમૃદ્ધિ આવે, હું લોકોના સારા આરોગ્યની કામના કરુ છુ, રોશનીનો આ ઉત્સવ આપણો સૌના જીવનમાં નવો પ્રકાશ લઈને આવે અને આપણો દેશ સદા સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યથી આલોકિત રહે.

આ પણ વાંચોઃ એક વાર ફરીથી જવાનો સાથે દિવાળી મનાવવા આજે એલઓસી જઈ શકે છે પીએમ મોદીઆ પણ વાંચોઃ એક વાર ફરીથી જવાનો સાથે દિવાળી મનાવવા આજે એલઓસી જઈ શકે છે પીએમ મોદી

ગૃહમંત્રી અમિત શાહે પાઠવી શુભકામના

ગૃહમંત્રી અમિત શાહે પણ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી. તેમણે ટ્વીટર પર લખ્યુ, ‘આ દીપોત્સવ બધાના જીવનમાં નવી રોશની, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે, તમને સૌને દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.'

દિવાળીની શુભકામનાઓઃ પ્રિયંકા ગાંધી

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંઘી વાડ્રાએ કહ્યુ, ‘એક દિવો ઘનઘોર અંધકારને દૂર કરી દે છે, સારાઈ અને સત્યનો એક અવાજ જૂઠ અને અન્યાયની આંધીને રોકી દે છે. દીવા, પ્રકાશ, મિઠાઈ, ઉલ્લાસ અને સંપન્નતાના પર્વ દિવાળીનાહાર્દિક શુભકામનાઓ.'

English summary
The President and Prime Minister of India greeted the people of India on the occasion of Diwali on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X