UPના રાજ્યપાલ આનંદીબેનને રાષ્ટ્રપતિએ આપી MPની વધારાની જવાબદારી
મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનની અનુપસ્થિતિના કારણે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને રાજ્યનો વધારાનો ભાર સોંપવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનની નાદુરસ્ત તબિયત અને તેમની અનુપસ્થિતિના કારણે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને રાજ્યનો વધારાનો ભાર સોંપવામાં આવ્યો છે. રવિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવન તરફથી જારી એક પત્રમાં આ અંગે માહિતી આપવામાં આવી. તમને જણાવી દઈએ કે 85 વર્ષીય લાલજી ટંડન 11 જૂનથી જ લખનઉની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી છે. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી અને તાવ આવ્યા બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પણ કરાવવામાં આવ્યો જે નેગેટીવ આવ્યો હતો.

આનંદીબેન પટેલને અપાયો વધારાનો કાર્યભાર
લાંબા સમયથી મધ્ય પ્રદેશમાં રાજ્યપાલની અનુપસ્થિતિના કારણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને ત્યાંનો વધારાનો કાર્યભાર આપ્યો છે. રાષ્ટ્રપતિ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યા કે દેશના રાષ્ટ્રપતિને લાલજી ટંડનની અનુપસ્થિતિમાં આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલના કાર્યનુ વહન કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ ભારતના બંધારણના અનુચ્છેદ 1155 તેમજ 160 દ્વારા આનંદીબેનને આ જવાબદારી આપી છે. પત્રમાં કહેવામાં આવ્યુ છે કે આનંદીબેન પટેલ નિયુક્તિ એ દિવસે થશે જ્યારે તે ખુદ મધ્યપ્રદેશનો કાર્યભાર ગ્રહણ કરશે.

લાલજી ટંડનની તબિયતમાં સુધારો
આ દરમિયાન લાલજી ટંડનની તબિયત વિશે સારા સમાચાર આવી રહ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર તેમની હાલતમાં સતત સુધારો થઈ રહ્યો છે. રવિવારે જારી હેલ્થ બુલેટીનમાં કહેવામાં આવ્યુ છેકે તેમનુ ડાયાબિટીસ નિયંત્રણમાં છે. કિડની, લીવર અને હાર્ટ પહેલાથી સારુ છે. તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન લખનઉની મેદાંતા હોસ્પિટલમાં ભરતી છે જ્યાં ડૉક્ટર તેમનો ઈલાજ કરી રહ્યા છે. રાજ્યપાલને એક-બે દિવસમાં આઈસીયુથી રૂમમાં શિફ્ટ કરવામાં આવી શકે છે.

ટંડન બે વાર વિધાન પરિષદના સભ્ય રહ્યા
તમને જણાવી દઈએ કે લાલજી ટંડન ઉત્તર પ્રદેશમાં ઘણા વિભાગોમાં મંત્રી તરીકે કામકાજ સંભાળી ચૂક્યા છે. તે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના ઘણા નજીક રહ્યા છે. અત્યારે તે એમપીના રાજ્યપાલ છે, તેમની રાજકીય સફર વર્ષ 1960માં શરૂ થઈ. ટંડના બે વાર ધારાસભ્ય ચૂંટાયા અને બે વાર વિધાન પરિષદના સભ્ય રહ્યા છે. તેમણે ઈન્દિરા ગાંધીની સરકાર સામે જેપી આંદોલનમાં પણ ભાગ લીધો હતો.












Click it and Unblock the Notifications
