દેશભરમાં આજે મનાવાઇ રહી છે ઇદ, રાષ્ટ્રપતિ અને પીએમએ આપી શુભેચ્છા

આજે પૂરા દેશભરમાં હર્ષોઉલ્લાસ સાથે ઇદ મનાવવામાં આવી રહી છે. કેરળથી લઇને જમ્મુ કાશ્મીરમાં બુધવારે ઇદ મનાવવામાં આવી હતી પણ દેશના અન્ય વિસ્તારોમાં આજે ઇદ મનાવવામાં આવી રહી છે. જે અંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મુસ્લિમ ભાઇ-બહેનોને શુભેચ્છા પાઠવી છે.

પવિત્ર રમઝાન માસના અંત બાદ ઉજવવામાં આવતો આ પર્વ મુસ્લિમ સમાજ માટે ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. તે આ દિવસે મોટી સંખ્યામાં મસ્જિદમાં જઇને દુઆ માંગે છે. અને સાથે મળીને દાવત કરે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ઇદે ઉલ ફિતરની શુભકામનાઓ પાઠવી છે.

eid

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ પર્વ શાંતિ અને સદ્દભાવનાનું પ્રતીક છે. અને તે આ પર્વ સાથે દેશમાં રાષ્ટ્રિય એકતા મજબૂત થાય અને શાંતિ બની રહે તેવી પ્રાર્થના કરે છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ પોતાના સંદેશમાં ઇદ-ઉલ-ફિતરની શુભેચ્છા બધાને પાઠવી હતી. અને દેશ અને દેશની બહાર રહેતા મુસ્લિમ ભાઇ બહેનોને શુભેચ્છા આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X