રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીએ લોકોને આપી મહાશિવરાત્રિની શુભકામનાઓ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને શુભકામનાઓ આપી છે.
નવી દિલ્લીઃ આજે મહાશિવરાત્રિનો પર્વ છે. સમગ્ર ભારતમાં મહાશિવરાત્રિનો પર્વ પૂરા ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને શુભકામનાઓ આપી છે. આ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના ટ્વિટર પર એક પોસ્ટ કરીને લખ્યુ, 'મહાશિવરાત્રિના પુનીત અવસર પર સૌ દેશવાસીઓને શુભકામનાઓ. દેવી પાર્વતી અને ભગવાન શિવના વિવાહના પવિત્ર સ્મરણ સ્વરુપ મનાવાતો આ ઉત્સવ સંપૂર્ણ માનવતા માટે કલ્યાણકારી હોય.'

વળી, પ્રધાનમંત્રી મોદીએ પણ આ અવસર પર લોકોને શુભકામનાઓ આપી. તેમણે એક ટ્વિટ પોસ્ટ કરીને લખ્યુ, 'દેશવાસીઓને મહાશિવરાત્રિના પવિત્ર અવસર પર અઢળક શુભકામનાઓ. હર-હર મહાદેવ!' વળી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ પવિત્ર અવસર પર લોકોને શુભકામનાઓ આપી. તેમણે લખ્યુ, 'તમને સહુને # મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. હર હર મહાદેવ!'












Click it and Unblock the Notifications
