
રાષ્ટ્રપતિએ 47 વ્યક્તિઓને કર્યા પદ્મ પુરસ્કારથી સમ્માનિત, બાકી વિજેતા 16 માર્ચે થશે સમ્માનિત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં 112માંથી 47 વ્યક્તિઓને પદ્મ પુરસ્કારથી સમ્માનિત કર્યા. જ્યારે બાકી બચેલા લોકોને 16 માર્ચે પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે. પુરસ્કાર મેળવનારાઓમાં કબડ્ડી ખેલાડી અજય ઠાકુર, આનંદન શિવમણિ, પહેલવાન બજરંગ પુનિયા, ગાયક અને સંગીત નિર્દેશક શંકર મહાદેવન, અભિનેતા પ્રભુ દેવા, ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલ, ભારતીય ગ્રાંડ માસ્ટર હરિકા દ્રોણમાવલ્લી અને પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત
અભિનેતા મોહનલાલ અને રાજનેતા સુખદેવ સિંહ ઢીંડસા અને હુકુમદેવ નારાયણ યાદવને પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરને મરણોપરાંત પદ્મભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા. આ સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ ઉપરાંત ઘણા અન્ય મંત્રી પણ હાજર રહ્યા.
|
25 જાન્યુઆરીના રોજ એલાન
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 25 જાન્યુઆરીના રોજ પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી પુરસ્કાર માટે નામોનું એલાન કરવામાં આવ્યુ હતુ. પદ્મવિભૂષણ જે ભારત રત્ન બાદ બીજુ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે તે લોક કલાકાર તીજનબાઈ, જિબુતીના રાષ્ટ્રપતિ ઈસ્માઈલ ઉમર ગુલેહ, લાર્સન એન્ડ ટુબ્રોના ચેરપર્સન અનિલકુમાર મણિભાઈ નાઈક અને લેખક અને થિયેટર વ્યક્તિત્વ બલવંત મોરેશ્વરે પુરંદરેને સમ્માનિત કરવામાં આવ્યા છે.
|
કાદર ખાનને મરણોપરાંત પદ્મશ્રી
કેન્દ્ર સરકારે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના વૈજ્ઞાનિક નંબી નારાયણન, પૂર્વ લોકસભા ઉપાધ્યક્ષ કરિયા મુંડા, અભિનેતા મોહનલાલ, પર્વતારોહી બચેન્દ્રી પાલ અને લોકસભા સાંસદ હુકુમદેવ નારાયણ યાદવ સહિત 14 લોકોને પદ્મભૂષણ આપવાની ઘોષણા કરી છે. જ્યારે પદ્મશ્રી માટે 94 લોકોના નામનું એલાન કર્યુ છે. જેમાં અભિનેતા મનોજ બાજપેયી, ફૂટબોલર સુનીલ છેત્રી, કોરિયોગ્રાફર અને નિર્દેશક પ્રભુ દેવા, ક્રિકેટર ગૌતમ ગંભીર, ગાયક શંકર મહાદેવન અને ફ્રીસ્ટાઈલ પહેલવાન બજરંગ પુનિયા શામેલ છે. અભિનેતા કાદર ખાનને મરણોપરાંત પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ત્રાલ એનકાઉન્ટરમાં માર્યો ગયો પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ મુદાસિર ખાન