For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે દેશને આઝાદીની 74મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યા પર કરશે સંબોધિત

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે દેશને સંબોધિત કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે દેશને સંબોધિત કરશે. કોરોના સંકટ વચ્ચે આ વખતે આઝાદીની ઉજવણી કરવામાં આવશે પરંતુ મહામારીમાં આ વખતે તમામ સાવચેતીઓ સાથે આ ઉજવણી કરવામાં આવશે. આઝાદીની 74મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાંજે 7 વાગે દેશને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિનુ આ સંબોધન દૂરદર્શન અને ઑલ ઈન્ડિયા રેડિયો પર સીધુ પ્રસારિત કરવામાં આવશે. ત્યારબાદ રાતે 9 વાગે રાષ્ટ્રપતિના સંબોધનને બધી સ્થાનિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે.

ramnath kovind

આ બાબતે રાષ્ટ્રપતિના સચિવાલયથી એક જાહેરાત જારી કરીને માહિતી આપવામાં આવી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે આજે રાષ્ટ્રપતિનુ સંબોધન આકાશવાણી અને બધા રાષ્ટ્રીય નેટવર્ક તેમજ દૂરદર્શનની ચેનલ પર સાંજે 7 વાગે હિંદી ભાષામાં પ્રસારિત કરવામાં આવશે. ત્યારબાદ અંગ્રેજી સંસ્કરણમાં રાષ્ટ્રપતિનુ સંબોધન હશે. તમને જણાવી દઈએ કે સ્વતંત્રતા દિવસ સમારંભની ગુરુવારે ફૂલ ડ્રેસ રિહર્સલ થઈ. આમાં ભૂમિ દળ, વાયુ દળ અને નૌકા દળના જવાનોએ લાલ કિલ્લા પર માર્ચ કરી. આ ડ્રેસ રિહર્સલ સવારે 9 વાગે કરવામાં આવી. સવારે 3 વાગે જ તમામ સુરક્ષાકર્મી અહીં રિહર્સલ માટે પહોંચ્યા હતા.

તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના સમારંભ માટે દિશાનિર્દેશ જારી કરવામાં આવ્યા છે. તમામ ગણમાન્ય લોકોને અપીલ કરવામાં આવી છે કે જો કાર્યક્રમના 2 સપ્તાહ પહેલા કોરોનાથી સંક્રમિત થયા હોય તો આમાં ભાગ ન લો. પોલિસે જણાવ્યુ કે લાલ કિલ્લા પર લગભગ 4000 સુરક્ષાકર્મી તૈનાત કરવામાં આવશે. સાથે જ લાલ કિલ્લા પર ગાર્ડ ઑફ ઑનરમાં ભાગ લેવા માટે 350થી વધુ દિલ્લી પોલિસના સુરક્ષાકર્મીઓને મોકલવામાં આવ્યા છે.

મા લક્ષ્મીની કૃપા ઈચ્છતા હોવ તો આ ઉપાય જરૂર કરોમા લક્ષ્મીની કૃપા ઈચ્છતા હોવ તો આ ઉપાય જરૂર કરો

English summary
President Ram nath Kovind to address the nation on the eve of 74th Independence day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X