For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Eid Milad un Nabi 2021: રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમે દેશવાસીઓને આપી ઈદ-એ-મિલાદની શુભકામનાઓ

આજે દેશભરમાં ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો પર્વ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને શુભકામનાઓ આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે દેશભરમાં ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો પર્વ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ છે કે, 'પેગમ્બર મોહમ્મદના જન્મદિવસ, ઈદ-એ-મિલાદ-ઉન-નબીના પવિત્ર અવસર પર, હું સહુ દેશવાસીઓને, ખાસ કરીને આપણા મુસ્લિમ ભાઈ-બહેનોને મુબારકબાદ આપુ છુ. આવો, આપણે સહુ પેગમ્બર મોહમ્મદના જીવનમાંથી પ્રેરણા લઈને, સમાજની ખુશહાલી માટે અને દેશમાં સુખ અને શાંતિ જાળવવા માટે કાર્ય કરીએ.'

pm

રાષ્ટ્રપતિએ ત્રણ ભાષાઓમાં દેશવાસીઓને ઈદ-એ-મિલાદ-ઉન-નબીની શુભકામનાઓ આપી છે. તેમણે હિંદી, ઉર્દૂ અને અંગ્રેજીમાં ટ્વિટ કર્યુ છે. વળી, પીએમ મોદીએ પણ દેશવાસીઓને પાવન પર્વની શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વિટ કર્યુ છે કે, 'ઈદ-એ-મિલાદ-ઉન-નબીની શુભકામના. ચારે તરફ શાંતિ અને સમૃદ્ધિ હોય. દયા અને ભાઈચારો હંમેશા જળવાઈ રહે. ઈદ મુબારક.'

તમને જણાવી દઈએ કે દર વર્ષે ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો તહેવાર પેગમ્બર સાહેબના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. આજના દિવસે મુસ્લિમ લોકો પોતાના ઘરોને વિશેષ રીતે સજાવે છે અને પકવાન બનાવે છે. વળી, આજે કુરાનની પણ ઈબાદત કરવામાં આવે છે.

આજે જલસા અને જુલૂસનુ પણ આયોજન કરવામાં આવે છે. જો કે આ વખતે કોવિડના કારણે ભવ્ય આયોજનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પરંતુ તેમછતાં લોકો પોત-પોતાના હિસાબે આજનો દિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. આજના ખાસ દિવસે ગરીબ લોકોને દાન કરવાની પણ પરંપરા છે. વળી, ક્યાંક-કયાંક ગરીબોને જમાડવા માટે પણ જલસા કાઢવામાં આવે છે. આજે સ્કૂલ-કૉલેજોમાં રજા હોય છે. માત્ર ભારતમાં જ નહિ પરંતુ મુસ્લિમ દેશોમાં પણ આજનો દિવસ ખાસ રીતે ઉજવવામાં આવે છે. આજના દિવસે લોકો કુરાનની આયતો દ્વારા પેગમ્બર સાહેબને યાદ કરે છે અને તેમને પોતાના તરફથી કરવામાં આવેલી ભૂલો માટે ક્ષમા પણ માંગે છે અને નેકીની રાહ પર ચાલવાનુ વચન પણ આપે છે.

English summary
President Ramnath Kovind greets to the countrymen on the festival of Eid Milad un Nabi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X