For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોંઘવારી અને ખેડૂતની હત્યા પર વડાપ્રધાન મોદી મૌન - રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ વધતી જતી મોંઘવારી અને બેરોજગારી સહિત અનેક મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધતી જતી મોંઘવારી અને બેરોજગારી સહિત અનેક મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યું કે, વડાપ્રધાન મોદી વધતી જતી મોંઘવારી - તેલની કિંમત, બેરોજગારી અને ખેડૂત અને ભાજપના કાર્યકરની હત્યા અંગે મૌન છે. બીજી તરફ કેમેરા અને ફોટો ઓપ્સનો અભાવ, વાસ્તવિક ટીકા અને મિત્રોની પૂછપરછ પર આક્રમક બની જાય છે.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા નિશાન સાધ્યું

પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની વધતી કિંમતોને લઈને વિપક્ષ સતત સરકારને સવાલ કરી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટ્વીટ દ્વારા મોદી સરકાર પર નિશાન સાધતા રહે છે. તેમણે રવિવારના ટ્વિટ કર્યું હતું.

વડાપ્રધાન મોદીનું મૌન -

  • વધતી જતી મોધવારી - પેટ્રોલ ડીઝલના ભાવ
  • બેરોજગારી
  • ખેડૂત અને ભાજપના કાર્યકરની હત્યા

PM મોદી આક્રમક -

  • કેમેરા અને ફોટો ઓપ્સનો અભાવ
  • વાસ્તવીક ટીકા
  • મિત્રો અંગેના સવાલો

આ પહેલા પણ રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય પદાર્થો, એલપીજીના ભાવ વધી રહ્યા છે. તહેવારોની સિઝન ઝાંખી પડી ગઈ છે. મોદીજીનો આભાર!"

ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. સરકારી ઓઇલ કંપનીઓએ રવિવારના રોજ ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 35 પૈસાનો વધારો કર્યો છે. પેટ્રોલ પણ 30 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. દિલ્હી અને ચંદીગઢ જેવા સ્થળોએ પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને વટાવી ગઈ છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લખીમપુર ખેરી હિંસા મુદ્દે યોજી હતી પત્રકાર પરિષદ

જેમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આ મુદ્દો ઉઠાવવાની જવાબદારી મીડિયાની છે, પરંતુ જ્યારે અમે સવાલ પૂછીએ ત્યારે આ મુદ્દો ઉઠાવો, તમે (મીડિયા) કહો કે અમે રાજકારણ કરી રહ્યા છીએ. તેઓ બે મુખ્યમંત્રી સાથે લખનઉ જશે, જ્યાથી લખીમપુર જવાનો પ્રયત્ન કરીશું. કલમ 144 હેઠળ પણ ત્રણ લોકો જઈ શકે છે. અમે લખીમપુરમાં જમીનની સ્થિતિ જોવા માગીએ છીએ. પ્રિયંકા કે મારી ધરપકડ થાય તો વાંધો નથી. અમારી તાલીમ લડવાની છે. આ ખેડૂતોનો પ્રશ્ન છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને જીપ દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા. આરોપ છે કે, આ વાહન કેન્દ્રીય રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા ચલાવી રહ્યા હતા. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે વિપક્ષી નેતાઓ પીડિતોને મળવા માટે સતત લખીમપુર ખેરી જવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને જવા દેવામાં આવી રહ્યા નથી. પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત ઘણા નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

English summary
Former Congress president Rahul Gandhi has targeted Prime Minister Narendra Modi on a number of issues, including rising inflation and unemployment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X