For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન મોદીએ ઓમિક્રોન ખતરા વિશે શું કહ્યું? આ 3 મોટી જાહેરાત કરી

કોરોના વાયરસના વધતા જતા કેસ અને ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનના દસ્તક વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે​​(શનિવારના રોજ) મોડી રાત્રે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : કોરોના વાયરસના વધતા જતા કેસ અને ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનના દસ્તક વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે​​(શનિવારના રોજ) મોડી રાત્રે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. ઓમિક્રોનના વધતા ખતરા પર બોલતા વડાપ્રધાન મોદીએ દેશને અપીલ કરી છે કે, ગભરાવાની જરૂર નથી, સાવધાન રહેવાની જરૂર છે.

નોંધપાત્ર વાત એ છે કે, ભારતમાં કોરોનાના દૈનિક નવા કેસની સંખ્યા 7000ને વટાવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 7,189 નવા કેસ નોંધાયા છે, જ્યારે 387 દર્દીઓના મોત થયા છે.

કોરોના વાયરસ રસીના પ્રિકોશન ડોઝ લાગુ કરાશે

કોરોના વાયરસ રસીના પ્રિકોશન ડોઝ લાગુ કરાશે

પોતાના ભાષણમાં મોટી જાહેરાત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, કોરોના વાયરસ સામેની લડાઈ માટે હવે આવતા વર્ષથી એટલે કે 3 જાન્યુઆરી, 2022થી 15 થી18 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત 10 જાન્યુઆરીથી આરોગ્ય કર્મચારીઓ અને 60 વર્ષથી વધુ ઉંમરના ગંભીર બીમારીથીપીડિત વૃદ્ધોને ડોકટર્સની સલાહ પર કોરોના વાયરસની રસીના સાવચેતી ડોઝ આપવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે, કોરોના વૈશ્વિક મહામારી સામે લડવાનો અત્યાર સુધીનો અનુભવ દર્શાવે છે કે, વ્યક્તિગત સ્તરે તમામ દિશાનિર્દેશોનું પાલન કરવુંઅને બીજું રસીકરણ એ કોરોના સામે લડવાનું એક મોટું શસ્ત્ર છે.

ભારતે 141 કરોડ રસીના ડોઝના અભૂતપૂર્વ લક્ષ્યને પાર કરી લીધું છે

'ભારતે આ વર્ષે 16 જાન્યુઆરીથી તેના નાગરિકોને રસી આપવાનું શરૂ કર્યું હતું. દેશના તમામ નાગરિકોના સામૂહિક પ્રયાસ અને સામૂહિક ઈચ્છાશક્તિ છે કે, આજે ભારતેરસીના 141 કરોડ ડોઝના અભૂતપૂર્વ અને અત્યંત મુશ્કેલ લક્ષ્યાંકને પાર કરી લીધું છે.'

'આજે, ભારતની પુખ્ત વસ્તીના 61 ટકાથી વધુ લોકોએ રસીના બંને ડોઝ પ્રાપ્ત કર્યા છે. તેવી જ રીતે લગભગ 90 ટકા પુખ્ત વસ્તીને રસીનો એક ડોઝ આપવામાંઆવ્યો છે.'

ફ્રન્ટલાઈન વર્કર્સ માટે રસીના પ્રિકોશન ડોઝ પણ શરૂ કરાશે

ફ્રન્ટલાઈન વર્કર્સ માટે રસીના પ્રિકોશન ડોઝ પણ શરૂ કરાશે

આ સિવાય ત્રણ મોટી જાહેરાતો કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 'જે બાળકોની ઉંમર 15 વર્ષથી 18 વર્ષની વચ્ચે છે, હવે તેમના માટે દેશમાં રસીકરણ શરૂ થશે.

આવા સમયે સાવચેતીના ભાગરૂપે સરકારે નિર્ણય લીધો છે કે, હેલ્થ કેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે રસીના પ્રિકોશન ડોઝ પણ શરૂ કરવામાં આવશે.

આપણા બધાનો અનુભવ છે કે, જેઓ કોરોના વોરિયર્સ, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર છે, તેમનો આ લડાઈમાં દેશને સુરક્ષિત રાખવામાં મોટો ફાળો છે. તેમના સિવાય60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોની કોમોરબિડિટી, તેમના ડૉક્ટરની સલાહ પર રસીના પ્રિકોશન ડોઝનો વિકલ્પ પણ તેમને ઉપલબ્ધ રહેશે.

English summary
Prime Minister Modi said on Omicron threat - do not panic, be careful and vigilant
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X