For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી અને અમિત શાહે 'હિંદી દિવસ' પર દેશવાસીઓને શુભકામના આપી

આજે 'હિંદી દિવસ' પ્રસંગે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે આખો દેશ 'હિંદી દિવસ' મનાવી રહ્યો છે, 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણની કલમ 343 હેઠળ 14 સપ્ટેમ્બરે 'હિંદી દિવસ' તરીકે મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ ભારતવાસીઓને શુભકામના આપતા કહ્યુ કે આ અવસર પર હિંદીના વિકાસમાં યોગદાન આપી રહેલા બધા ભાષાવિદોન મારા હાર્દિક અભિનંદન. વળી, ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને અભિનંદન આપતા કહ્યુ કે આજે 'હિંદી દિવસ'ના અવસરે હું આના સશક્તિકરણમાં યોગદાન આપનાર બધા મહાનુભાવોને નમન કરુ છુ અને દેશવાસીઓના આ આવાહન પણ કરુ છુ કે પોતાની માતૃભાષા સાથે સાથે હિંદીનો વધુને વધુ ઉપયોગ કરી તેના સંરક્ષણ અને સંવર્ધનમાં પોતાનુ યોગદાન આપવાનો સંકલ્પ લે.

'હિંદી ભારતીય સંસ્કૃતિનુ અતૂટ અંગ છે'

'હિંદી ભારતીય સંસ્કૃતિનુ અતૂટ અંગ છે'

અમિત શાહે આ વિશે ટ્વિટ કર્યા છે, તેમણે આગળ લખ્યુ કે હિંદી ભારતીય સંસ્કૃતિનુ અતૂટ અંગ છે. સ્વતંત્રતા સંગ્રામના સમયથી હિંદી રાષ્ટ્રી એકતા અને અસ્મિતાનુ પ્રભાવી અને શક્તિશાળી માધ્યમ રહી છે. હિંદી સૌથી મોટી શક્તિ આની વૈજ્ઞાનિકતા, મૌલિકતા અને સરળતા છે. મોદી સરકારની નવી શિક્ષણ નીતિથી હિંદી તેમજ અન્ય ભારતીય ભાષાઓનો સમાંતર વિકાસ થશે.

એકતાના સૂત્રમાં બાંધી રહી છે હિંદી

એકતાના સૂત્રમાં બાંધી રહી છે હિંદી

શાહે લખ્યુ છે કે એક દેશની ઓળખ તેની સીમા તેમજ ભૂગોળથી થાય છે પરંતુ તેની સૌથી મોટી ઓળખ તેની ભાષા છે. ભારતની વિવિધ ભાષાઓ અને બોલીઓ તેની શક્તિ પણ છે અને તેની એકતાનુ પ્રતીક છે. સાંસ્તિક તેમજ ભાષાની વિવિધતાથી ભરેલા ભારતમાં 'હિંદી' સદીઓથી આખા દેશને એકતાના સૂત્રમાં બાંધવાનુ કામ કરી રહી છે.

'હિંદી દિવસ' સમારંભનુ આયોજન નહિ

'હિંદી દિવસ' સમારંભનુ આયોજન નહિ

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના જોખમના કારણે આજે ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગ તરફથી હિંદી દિવસ સમારંભનુ આયોજન કરવામાં નથી આવી રહ્યુ. જો કે હિંદી દિવસ પર અપાતા પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી ચૂકી છે. તમને જણાવી દઈએ કે અમિત શાહને સંસદ સત્ર શરૂ થતા પહેલા શનિવારે સંપૂર્ણ ચિકિત્સા તપાસ માટે એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ અંગે હોસ્પિટલ તરફથી રવિવારે માહિતી આપવામાં આવી.

બગસરા નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ કરાણીયાનો ઈન્ટર્વ્યૂ, જાણો વિકાસ કાર્યો પર શું કહ્યુંબગસરા નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ કરાણીયાનો ઈન્ટર્વ્યૂ, જાણો વિકાસ કાર્યો પર શું કહ્યું

English summary
Prime Minister Narendra Modi and Home minister Amit Shah greet nation on Hindi Diwas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X