For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

70મો સ્વતંત્રતા દિવસ: લાલ કિલ્લા પર મોદીના ભાષણના અંશ

|
Google Oneindia Gujarati News

આજે દેશનો 70મો સ્વાતંત્ર દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પર પહોંચી રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો અને દેશના તમામ લોકોને સ્વાતંત્રતા દિવસની શુભકામનાઓ આપી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં લોકોને શું શું કહ્યું વાંચો નીચે...

modi at lal kila

1. 60 વર્ષમાં 14 કરોડ લોકોને રસોઇ ગેસની સુવિધા મળી. અમે 60 અઠવાડિયામાં 4 કરોડ નવા લોકોને રસોઇ ગેસનું કનેક્શન આપ્યું.
2. આધાર કાર્ડને સરકારી યોજનાઓની સાથે જોડીને ડાયરેક્ટ બેનેફિટ લોકોને પહોંચાડવામાં આવી રહ્યું છે. અમે 70 કરોડ નાગરિકોને આધાર કાર્ડ સાથે જોડ્યું.
3. સરકાર બનાવવા પહેલા બે વર્ષમાં પ્રતિવર્ષ લગભગ 35-40 કિલોમીટર લાઇન નાખવામાં આવી હતી. પણ અમે દર વર્ષે લગભગ 50 હજાર કિલોમીટર પ્રતિવર્ષ નાખી રહ્યા છીએ.
4. સોલર એનર્જીમાં 118 ટકા વધારો થયો છે.
5. દરેક ગામના લોકો ઇચ્છે છે કે તેમના ગામનો રસ્તો ઝડપથી બને. પહેલા દરરોજ 70-75 કિલોમીટર સુધી રસ્તાઓ બનતા હતા. અમે સ્પીડ વધારીને 100 કિલોમીટર પ્રતિદિન કરી દીધી.
6. પહેલા લોકોને કંઇ કહેતા તે સરકારની વાત માની લેતી હતી. પણ હવે જનતાને પરિણામ જોઇએ છે.
7. ગ્રુપ સી અને ગ્રુપ ડીના પદોને ઇન્ટરવ્યૂમાંથી બહાર નીકાળવાની ધોષણા બાદ આ પદો પર 9000 પદોનો ઇન્ટરવ્યૂ બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે ભષ્ટ્રાચાર પણ ઓછો થયો છે.
8. પહેલા કોઇને ફેક્ટ્રરી ખોલવી હોય તો કેટલાય મહિના લાઇસન્સ મેળવવા માટે લાગી જતા હતા. હવે આ કામ મહિનામાં પૂર્ણ થઇ જાય છે. પહેલા પાસપોર્ટ માટે લોકોને મહિનાઓ લાગી જતા હતા. પણ હવે સરકારે આ પ્રક્રિયા સરળ કરી દીધી છે.
9. સરકારે જવાબદાર અને જવાબ આપનારી બનીને દેશની સ્થિતિ બદલવાની કોશિષ કરી છે. અને મને આશા છે કે હું આ બદલાવ લાવીને રહીશ.

10. પંચાયતથી લઇને પાર્લામેન્ટ સુધી અને ગ્રામ પ્રધાનથી લઇને વડાપ્રધાન સુધી તમામે પોતાની જવાબદારી સમજવાની જરૂર છે.

11. ભારતની સામે અનેક મુશ્કેલીઓ છે. પણ અમે માનીએ છીએ કૈ 125 કરોડ લોકો આ મુશ્કેલીનો ઉકેલ નીકાળી શકે છે.

12. મોદીએ કહ્યું કે આજે હું તમને મારા કામ નહીં કાર્ય સંસ્કૃતિ વિષે જણાવવા જઇ રહ્યો છું.
13. મોદીનો નારો: એક ભારત શ્રેષ્ઠ ભારત...આજ સપનાને પૂર્ણ કરવું છે.
14. ખેડૂતોની આવક 2022 સુધી ડબલ થઇ જશે. અન્નના ભંડારણ માટે નવા ગોદામોનું નિર્માણ થઇ રહ્યું છે.
15. ખેડૂતોના વિકાસ માટે જ અમારી સરકારે પાક વીમા યોજના બનાવી છે.
16. વૈજ્ઞાનિકોને સારા બીજ માટે ધન્યવાદ આપતા મોદી કહ્યું કે તેમના કારણે જ સારા બીજ અને સારો પાક ઉગી શક્યો છે.
17. ખેડૂતોને સંચાઇ માટે વિજળીની જરૂર હોય છે. પણ વિજળી ના મળવાના કારણે અનેક મુશ્કેલીઓ તેમને થાય છે. અમે સોલર પંપ વિકસિત કર્યા છે. જેથી ખેડૂતોને વધુ ફાયદો થાય.
18. પર ડ્રોપ, મોર ક્રોપ દ્વારા અમે વધુ અન્ન ઉત્પાદન કરવાનો પ્રયાસ કર્યો છે. ખેડૂતાને હેલ્થ સોયલ કાર્ડથી પણ બહુ ફાયદો થયો છે. તેમના પૈસા પણ બચ્યા છે અને ઉત્પાદન પણ વધ્યું છે.
19. પહેલાની સરકાર ઇન્ફેશન રેટ 10 ટકા સુધી પાર કરી ગઇ હતી. અમે આ રેટને 6 ટકાથી વધુ નથી જવા દીધો. તેમ છતાં બે વર્ષના દુકાળને કારણે થોડીક મુશ્કેલીઓ આવી છે. મોંધવારી વધી છે અને અમે તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
20. પેટ્રોલિયમ પદાર્થો માટે હજી પણ આપણે બીજા દેશો પર નિર્ભર છીએ. ત્યારે કતાર સાથે સારા સંબંધોના કારણે આપણા 20 હજાર કરોડ રૂપિયા બચ્યા છે.
21. 2 કરોડથી વધુ શૌચાલયો બની ચૂક્યા છે. સામાન્ય જીવનમાં બદલાવ લાવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. અને 18 હજાર ગામોમાંથી 10 હજાર ગામોમાં વિજળી પહોંચી છે.
22. દિલ્હીથી 3 કલાક દૂર હાથરસના નગલા ફટેલા ગામમાં વિજળી નહતી. અમે સ્વતંત્રતાના 70માં વર્ષે તેને વિજળી પહોંચાડવાનું કામ કર્યું છે.
23. ભારતમાં 350 રૂપિયામાં એલઇડી બલ્બ વેચાતો હતો. અમે તેને 50 રૂપિયામાં વેંચી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 13 કરોડ બલ્બ વેચાઇ ચૂક્યા છે. અને 77 કરોડ બલ્બ વેચવાનો અમારો સંકલ્પ છે.

English summary
Prime minister Narendra modi at lal kila of Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X