આજે રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ લેશે પીએમ નરેન્દ્ર મોદી

Subscribe to Oneindia News

નોટબંધીના નિર્ણયને લઇને છેલ્લા ઘણા દિવસોથી સંસદમાં ચાલી રહેલ રાજકીય સંગ્રામ આજે થમી શકે છે. જણાવવામાં આવી રહ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ લઇ શકે છે. સંસદના શિયાળુ સત્રમાં નોટબંધીના નિર્ણય પર નિવેદન આપવા માટે વિપક્ષ સતત પ્રધાનમંત્રીને સંસદમાં બોલાવવાની માંગ કરી રહ્યો છે. આ અંગે ગૃહમંત્રી રજનાથસિંહ આજે વિપક્ષના નેતાઓ સાથે પણ મુલાકત કરશે.

pm

રાજનાથ સિંહ સાથે નાણામંત્રી અરુણ જેટલી અને અનંત કુમાર પણ વિપક્ષના નેતાઓ સાથે વાત કરશે. ભારતીય જનતા પક્ષે આશા જણાવી છે કે સંસદમાં ચાલી રહેલ ગતિરોધ ગુરુવારે ખતમ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે 16 નવેમ્બરથી શરુ થયેલ સંસદના શિયાળુ સત્રમાં નોટબંધીના નિર્ણય પર વિરોધને કારણે હજુ સુધી એક દિવસની કાર્યવાહી પણ થઇ શકી નથી.

protest

કોંગ્રેસ સહિત બીજા વિપક્ષી પક્ષોના સાંસદોનું કહેવુ છે કે નોટબંધીના નિર્ણય પર ચર્ચા થવી જોઇએ. સાથે જ ચર્ચાના સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર હોવા જોઇએ. નોટબંધીના નિર્ણયને લઇને વિપક્ષ આગામી સોમવાર એટલે કે 28 નવેમ્બરથી દેશભરમાં વિરોધ પ્રદર્શનની તૈયારીમાં છે. આ અંતર્ગત દેશભરમાં ધરણા અને વિરોધ માર્ચ કાઢવામાં આવશે.

rs

આ તરફ કેન્દ્રીય મંત્રી વેકૈયા નાયડૂએ સરકાર તરફથી જવાબ આપતા બુધવારે કહ્યુ હતુ કે નોટબંધીનો નિર્ણય પાછો લેવામાં નહિ આવે કારણકે નિર્ણય પાછો લેવો પ્રધાનમંત્રીના લોહીમાં નથી. વિપક્ષના વિરોધ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યુ કે બધા પક્ષો સરકારની સામે એક થઇ રહ્યા છે પરંતુ તેમ છતાં તેમની તાકાત શું છે? અમારી સાથે આખો દેશ છે.

pm

ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 500 અને 1000 ની જૂની નોટ બંધ કરવાનું એલાન કર્યુ હતુ. ત્યારબાદ સડકથી લઇને સંસદ સુધી વિપક્ષ આ નિર્ણયનો વિરોધ કરી રહી છે.

English summary
prime minister narendra modi to attend rajya sabha today, likely to speak on demonetisation.
Please Wait while comments are loading...