રશિયાના રાષ્ટ્રપતિ પુટિન સાથે શિખર સંમેલન માટે પીએમ મોદી રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટિન સાથે એક અનૌપચારિક મુલાકાત માટે રશિયાના શહેર સોચી માટે સોમવારની સવારે રવાના થયા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટિન સાથે એક અનૌપચારિક મુલાકાત માટે રશિયાના શહેર સોચી માટે સોમવારની સવારે રવાના થયા છે. બંને નેતાઓ વચ્ચે થનારી મુલાકત દરમિયાન ઘણા વિસ્તૃત એજન્ડા પર ચર્ચા થશે. આમાં આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય મુદ્દાઓની સાથે જ આતંકવાદ, અફઘાનિસ્તાન-પાકિસ્તાનની સ્થિતિ અને સીરિયા ઉપરાંત આઈએસઆઈએસ પર પણ ચર્ચા થવાની સંભાવના છે. આ વર્ષે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુટિનની આ પહેલી મુલાકાત છે. જો કે આ વર્ષની શરૂઆતમાં બંને નેતાઓ વચ્ચે ફોન પર ઘણી વાર વાતચીત થઈ ચૂકી છે.

આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

રશિયામાં ભારતના રાજદૂત પંકજ સરને બંને નેતાઓની મુલાકાત વિશે રવિવારે વિસ્તૃત જાણકારી આપી. તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે બંને નેતા એકબીજાની અર્થવ્યવ્યવસ્થાને વધુ સુદ્દઢ કરવા માટે સહયોગ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પ્રભાવ વધારવા પર વાતચીત કરશે. દ્વિપક્ષીય ચર્ચા ઉપરાંત પુટિન અને મોદી બંને દેશોના સંબંધો પર પણ વિસ્તારથી ચર્ચા કરશે. સરને આગળ માહિતી આપી કે મોદી અને પુટિન જ્યારે સોચીમાં અનૌપચારિક મુલાકાત કરશે ત્યારે તેમની વચ્ચે ઈરાન ન્યૂક્લિયર ડીલમાંથી અમેરિકાના પાછા હટ્યા બાદ થનારા પ્રભાવો પર પણ વાત થશે. ભારત અને રશિયા બંને આતંકવાદનો સામનો કરી રહ્યા છે અને એવામાં બંને પક્ષ આઈએસઆઈએસના વધતા ખતરા સાથે અફઘાનિસ્તાન અને સીરિયા પર પણ ચર્ચા કરવાના છે. સોચી પહોંચ્યા બાદ પીએમ મોદીનું સ્વાગત એરપોર્ટ પર સ્થાનિક ગણમાન્ય વ્યક્તિઓ અને અધિકારીઓ તરફથી કરવામાં આવશે. ત્યારબાદ અહીંથી રાષ્ટ્રપતિ પુટિનના રિસોર્ટ પર જશે.

પાંચ કલાકમાં ઘણી મુલાકાતો

પાંચ કલાકમાં ઘણી મુલાકાતો

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ અનૌપચારિક મુલાકાતનો એક મોટો ભાગ વન-ટુ-વન હશે અને પ્રતિનિધિમંડળના માત્ર કેટલાક સભ્યોને જ મંજૂરી આપવામાં આવશે. મુલાકાત દરમિયાન શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) માં ભારત-રશિયાના સહયોગ પર વાત કરવામાં આવશે. આ ઉપરાંત બ્રિક્સ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકાની ભાગીદારી પર પણ ચર્ચા થશે. પુટિન અને મોદી આ સાથે જ ત્રીજા દેશમાં અસૈન્ય પરમાણુ સહયોગ પર પણ વાત કરશે. બંનેની મુલાકાત લગભગ પાંચ કલાક ચાલશે. આ અનૌપચારિક મુલાકાતનો કોઈ ખાસ એજન્ડા નથી અને કોઈ નિયમિત પ્રોટોકોલ પણ નથી. રાષ્ટ્રપતિ પુટિન તરફથી પીએમ મોદીના સમ્માનમાં લંચ પણ આયોજિત કરવામાં આવશે.

ટ્વિટર પર માહિતી

ટ્વિટર પર માહિતી

રવિવારે પીએમ મોદીએ ટ્વિટર પર પોતાની અને પુટિન વચ્ચે થનારી મુલાકાત વિશે લખ્યુ હતું. તેમણે કહ્યુ હતુ કે તેમનો આ પ્રવાસ બંને દેશો વચ્ચે વિશેષ રણનીતિક સહયોગ વધારશે. હાલમાં જ પીએમ મોદી ચીનના શહેર વુહાન ગયા હતા અને અહીં તેમણે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે આ જ પ્રકારે મુલાકાત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X