For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગંગા બૈરાજની સીડીઓ પર ચડતી વખતે લપસી ગયા પીએમ મોદી, Video

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં ગંગા બૈરાજની સીડીઓ પર ચડતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લપસી ગયા.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં ગંગા બૈરાજની સીડીઓ પર ચડતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લપસી ગયા. ત્યારબાદ તેમને એસપીજીના જવાનોએ ઉઠાવ્યા. આ દરમિયાન ઘટના સ્થળ પર અફડાતફડી મચી ગઈ. આઘટનામાં પીએમ મોદીને કોઈ પ્રકારની ઈજા થઈ નથી. પીએમ મોદી શનિવારે નેશનલ ગંગા કાઉન્સિલની મીટિંગ માટે કાનપુર પહોંચ્યા હતા. અહીં તેમણે નમામિ ગંગે પ્રોજેક્ટની સમીક્ષા કરી.

સીડીઓ પર લપસ્યા પીએમ મોદી

સીડીઓ પર લપસ્યા પીએમ મોદી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ નરેન્દ્ર મોદી શનિવારે ગંગા નદી બૈરાજની સીડીઓ પર ચડતી વખતે લપસી ગયા. ત્યારબાદ એસપીજીના જવાનોએ તેમને ઉઠાવ્યા. આ દરમિયાન ઘટના સ્થળ પર અફડાતફડી મચી ગઈ. અહીંથી પાછા કૃષિ ભવન પહોંચ્યા બાદ હેલીકોપ્ટરથી ચકેરી એરપોર્ટ પહોંચ્યા. અહીંથી પ્રધાનમંત્રી દિલ્લી માટે રવાના થઈ ગયા. મંડલાયુક્ત સુધીર એમ બોબડેએ જણાવ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એસપીજીને કાલે જ જણાવી દેવામાં આવ્યુ હતુ કે એક સીડી થોડી વધુ ઉંચી છે. આ દૂર્ભાગ્યપૂર્ણ છે કે આ પ્રકારની ઘટના બની.

નમામિ ગંગે પરિયોજનાની સમીક્ષા

નમામિ ગંગે પરિયોજનાની સમીક્ષા

પીએમ મોદી શનિવારે કાનપુર પહોંચ્યા. અહીં તેમનુ સ્વાગત યુપીના સીએમ યોગી આદિત્યનાથે કર્યુ હતુ. ત્યારબાદ પીએમ મોદી હેલીકોપ્ટરથી ચંદ્રશેખર આઝાદ યુનિવર્સિટી પહોંચ્યા. અહીં ચંદ્રશેખર આઝાદની પ્રતિમા પર માલ્યાર્પણ કર્યા બાદ પીએમ મોદી સીએમ યોગી સાથે પગપાળા જ મીટિંગ રૂમ સુધી ગયા. સમીક્ષા બેઠક પહેલા પીએમે અહીં નમામિ ગંગે પ્રદર્શનીનું અવલોકન કર્યુ. તમને જણાવી દઈએ કે પીએમ મોદી અહીં નમામિ ગંગે પરિયોજનાની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં ગંગાની નિર્મળતા અને અવિરલતા પર મંથન કરવામાં આવ્યુ.

આ પણ વાંચોઃ પત્નીની ગેરહાજરીમાં સાસુ સાથે કરી હેવાનિયત, પછી બોલ્યોઃ માફ કરી દોઆ પણ વાંચોઃ પત્નીની ગેરહાજરીમાં સાસુ સાથે કરી હેવાનિયત, પછી બોલ્યોઃ માફ કરી દો

40થી વધુ લોકો હતા હાજર

40થી વધુ લોકો હતા હાજર

તમને જણાવી દઈએ કે બેઠકમાં બે રાજ્યો યુપી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી, બિહાર, યુપીના ઉપ મુખ્યમંત્રી, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત ઉપરાંત ગંગા કિનારે સ્થિત બધા પાંચ રાજ્યોના ઘણા મંત્રી, મુખ્ય સચિવ, પ્રમુખ સચિવ અને એનએમસીજીના મહાનિર્દેશક રાજીવ રંજન મિશ્ર સહિત 40થી વધુ પ્રમુખ લોકો હાજર રહ્યા. આ રાજ્યોમાં ગંગાને નિર્મળ અને અરલ બનાવવા માટે હજુ સુધી જે પણ કાર્ય થયા છે, પીએમ મોદીએ તેમની સમીક્ષા કરી. ત્યારબાદ આવનારા સમયમાં ગંગાને સ્વચ્છ અને તેના કિનારાને સુંદર બનાવવા માટે શું શું કરી શકાય છે, તેની કાર્યયોજના પર પણ ચર્ચા થઈ.

English summary
Prime minister Narendra Modi fell on the stairs of Ganga bairaj in Kanpur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X