For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, એ દોઢ કલાકના ઈન્ટરવ્યુમાં શું ના બોલ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી?

શું 2019 માટે મુદ્દો સેટ કરવામાં સફળ રહ્યા પીએમ? જાણો શું ન બોલ્યા પ્રધાનમંત્રી મોદી....

|
Google Oneindia Gujarati News

વર્ષનો પહેલો દિવસ. આવી ગયુ 2019. એ વર્ષ, જ્યારે છે સામાન્ય ચૂંટણી. ચૂંટણીની મુહિમ નરેન્દ્ર મોદીએ છેડી દીધી છે. વર્ષનો પહેલો ઈન્ટરવ્યુ સામે છે. તે ઘણુ બોલ્યા છે. દરેક મુદ્દા પર બોલ્યા છે. એ રીતે બોલ્યા છે જે રીતે સામાન્ય રીતે બોલતા હોય છે - જી હા મનની વાત. આમાં બોલનાર આઝાદ હોય છે અને સાંભળનાર સાંભળવા માટે મજબૂર.

મંદિર નિર્માણ પર સુપ્રીમકોર્ટની વાત માનશે મોદી સરકાર?

મંદિર નિર્માણ પર સુપ્રીમકોર્ટની વાત માનશે મોદી સરકાર?

રામ મંદિર નિર્માણ 2019માં ભાજપનો ચૂંટણી મુદ્દો હશે કે નહિ આનો જવાબ જનતાને ન મળ્યો. વટહુકમ લાવીને રામ મંદિરનું નિર્માણ મોદી સરકાર સુનિશ્ચિત કરશે કે નહિ આનો જવાબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે જોડી દીધો. ‘કાયદાકીય પ્રક્રિયા પૂરી થઈ જવા દો. આ પ્રક્રિયાની સમાપ્તિ બાદ સરકાર તરીકે જે પણ જવાબદારી હશે તેના માટે અમે તૈયાર છે.' નરેન્દ્ર મોદીએ ત્રણ તલાકનું ઉદાહરણ સામે રાખ્યુ. પરંતુ ત્રણ તલાક મામલે સુપ્રીમ કોર્ટે સરકારને કાયદાકીય સલાહ લઈને પગલુ લેવાની સલાહ આપી હતી. નરેન્દ્ર મોદી એ કેવી રીતે જાણે છે કે સુપ્રીમ કોર્ટ રામ મંદિર મામલે પણ આવી જ સલાહ આપવાની છે? જો આવુ ન થાય તો શું તે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વટહુકમ લાવવાના છે? જો હા તો તેમણે આવુ કંઈ ખુલીને કહ્યુ નહિ.

નોટબંધી પછી શું સારુ થયુ દેશનું આરોગ્ય? મોદી ચૂપ રહ્યા

નોટબંધી પછી શું સારુ થયુ દેશનું આરોગ્ય? મોદી ચૂપ રહ્યા

નોટબંધી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ તો કહ્યુ કે આમ કરવુ દેશના સ્વાસ્થ્ય માટે જરૂરી હતુ પરંતુ તેમણે એ ન કહ્યુ કે દેશનું સ્વાસ્થ્ય ઠીક થયુ કે નહિ. પ્રધાનમંત્રીએ કહ્યુ કે નોટબંધીથી દેશમાં ઈમાનદારીનો માહોલ બન્યો છે. ક્યાં બન્યો છે, કેવી રીતે બન્યો છે તેનો ઉલ્લેખ કરવાનો તો છોડો તેમણે બેઈમાની ઓછી થઈ છે અને તેવી રીતે ઓછી થઈ છે એ વિશે પણમ કંઈ ન કહ્યુ. પ્રધાનમંત્રીએ કહ્યુ, ‘નોટબંધીએ જે સૌથી મોટુ કામ કર્યુ છે તે એ છે કે જે બોરી ભરીભરીને નોટ પડી રહેતી હતી, તે બેંકિંગ વ્યવસ્થામાં આવી ગયા છે.' પરંતુ પ્રધાનમંત્રીએ એ ન કહ્યુ કે બોરીમાં ભરીભરીને નોટ રાખવાનું દેશમાં બંધ થઈ ગયુ છે. પહેલા 500 ની નોટ બોરીમાં હોતી હતી, હવે તે 2000ની થઈ ગઈ છે. નરેન્દ્ર મોદીએ સમાંતર અર્થવ્યવસ્થા અને તેના કારણે દેશના ખોખલા હોવાની વાત તો કહી પરંતુ એની ઘોષણા ન કરી કે નોટબંધી બાદ સમાંતર અર્થવ્યવસ્થા ખતમ થઈ ગઈ છે.

જીએસટી યોગ્ય છે તો વારંવાર કેમ બદલાઈ રહ્યા છે જીએસટી દરો?

જીએસટી યોગ્ય છે તો વારંવાર કેમ બદલાઈ રહ્યા છે જીએસટી દરો?

પ્રધાનમંત્રીએ કહ્યુ કે જીએસટીના કારણે સામાનો પર ટેક્સ ઓછો થયો છે. પહેલા દરેક જગ્યાએ ટેક્સ લાગતો હતો. પરંતુ તેમણે એ ન જણાવ્યુ કે જીએસટીના દર જો એટલા યોગ્ય છે તો તેને વારંવાર રિવાઈઝ કેમ કરવા પડે છે? તેમણે એ સવાલોના પણ જવાબ ન આપ્યા જેના કારણે નાના વેપારીઓની મુશ્કેલીઓ જીએસટી બાદ વધી ગઈ છે. જીએસટીને ગબ્બર સિંહ ટેક્સ બોલવાના સવાલ પર કહ્યુ જેવા જેના વિચારો હોય તેવા જ તેના શબ્દો હોય છે. જીએસટીના કારણે સામાન પર ટેક્સ ઓછો થયો છે. પહેલા દરેક મુકાસ પર ટેક્સ લાગતો હતો.

આતંકી કેમ્પોને નષ્ટ કરવા માટે નહોતી થઈ સર્જીકલ સ્ટ્રાઈક?

આતંકી કેમ્પોને નષ્ટ કરવા માટે નહોતી થઈ સર્જીકલ સ્ટ્રાઈક?

સર્જીકલ સ્ટ્રાઈક પર પ્રધાનમંત્રીએ એ ખુલાસો કર્યો કે આમ કરીને સેનાના જવાનોનું મનોબળ વધારવુ જરૂરી હતુ. અત્યાર સુધી માનવામાં એ આવી રહ્યુ હતુ કે પાકિસ્તાન પોતાની જમીનનો ઉપયોગ આપણા વિરોધમાં ના કરે. આતંકી કેમ્પોને નષ્ટ કરવામાં આવે- આના માટે સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી. કાલ સુધી કારણો બતાવવામાં આવી રહ્યા હતા તેના પર ચૂપ રહ્યા પ્રધાનમંત્રી. પીએમ મોદીએ કહ્યુ, ‘એક લડાઈથી પાકિસ્તાન સુધરી જશે એમ વિચારવુ બહુ મોટી ભૂલ હશે. પાકિસ્તાનને સુધરવામાં હજુ સમય લાગશે.' પાકિસ્તાનને સુધારવા માટે સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ વાત પણ પહેલી વાર સામે આવી છે. પ્રધાનમંત્રીએ એ ન કહ્યુ કે પાકિસ્તાનને સુધરવામાં કેટલો સમય લાગશે અને તેના માટે હજુ કેટલી સર્જીકલ સ્ટ્રાઈકની જરૂર પડશે.

રાફેલ મુદ્દે તથ્ય આવતા રહેશે પરંતુ વારંવાર જવાબ નહિ આપે મોદી?

રાફેલ મુદ્દે તથ્ય આવતા રહેશે પરંતુ વારંવાર જવાબ નહિ આપે મોદી?

પ્રધાનમંત્રીએ કહ્યુ કે રાફેલ અંગે જે આરોપ છે તે એમના પર વ્યક્તિગત આરોપ નછી. તેમણે કહ્યુ કે સંસદમાં તે રાફેલ પર જવાબ આપી ચૂક્યા છે. વારંવાર આરોપોનો જવાબ નહિ આપે. પરંતુ રાફેલ મામલે જો વારંવાર નવા નવા કિસ્સા સામે આવી રહ્યા છે તો પ્રધાનમંત્રી તેનો જવાબ કેમ નહિ આપે? રાફેલ મામલે તેમણે સુપ્રીમ કોર્ટમાંથી ક્લીન ચીટ મળવાનો ઉલ્લેખ કર્યો પરંતુ તેનો કોઈ ઉલ્લેખ ન કર્યો કે સરકાર તરફથી સીલબંધ કવરમાં ખોટા તથ્યો આપવામાં આવ્યા કે પછી આપેલા તથ્યોનો સુપ્રીમ કોર્ટે ખોટો અર્થ સમજ્યો.

મોદી ન બોલ્યા લિચિંગ ઘટનાઓ બાદ ચૂપ કેમ રહી જાય છે પીએમ

મોદી ન બોલ્યા લિચિંગ ઘટનાઓ બાદ ચૂપ કેમ રહી જાય છે પીએમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ તો કહ્યુ કે લિચિંગ જેવી ઘટનાઓ સભ્ય સમાજને શોભા નથી દેતી ખોટુ છે, નિંદનીય છે. પરંતુ એ ન જણાવ્યુ કે લિચિંગની ઘટનાઓ સામે તે ચૂપ કેમ રહી જાય છે. ક્યારેય કોઈ ટ્વિટ કેમ ન કર્યુ, લિચિંગની ઘટનામાં શામેલ લોકો સાથે તેમના કેબિનેટના સભ્યો ફોટા પડાવતા રહ્યા તેમછતા તેમની ફટકાર સમાજને કેમ સાંભળવા ન મળી.

દેવામાફીથી ખેડૂતોનું ભલુ નહિ પરંતુ શું ઉદ્યોગપતિઓનું થશે ભલુ?

દેવામાફીથી ખેડૂતોનું ભલુ નહિ પરંતુ શું ઉદ્યોગપતિઓનું થશે ભલુ?

પીએમ મોદીએ કહ્યુ કે દેવામાફીથી ખેડૂતોનું ભલુ નહિ થાય. સ્થિતિ એવી બનાવવી જોઈએ કે ખેડૂતો દેવુ ના કરે. પ્રધાનમંત્રી શું આ જ વાત ઉદ્યોગપતિઓ માટે બોલી શકે છે? બોલી શકે છે તો કેમ ન બોલ્યા? પીએમ મોદી એ વાત પર પણ ચૂપ રહ્યા કે આત્મહત્યા કરનારા ખેડૂત ક્યાં સુધી રાહ જુએ જ્યારે દેવુ લેવાની સ્થિતિ ખતમ થઈ જાય?

પીએમે ન જણાવ્યુ કેમ જઈ રહ્યા છે સહયોગી સાથ છોડીને

પીએમે ન જણાવ્યુ કેમ જઈ રહ્યા છે સહયોગી સાથ છોડીને

સહયોગી દળોની નારાજગી પર પ્રધાનમંત્રીએ કહ્યુ કે સ્થાનિક સ્તર પર દરેક દળ પોતાનો વિસ્તાર કરવા ઈચ્છે છે. તેમણે કહ્યુ કે, ‘જે અમારી સાથે જોડાય છે તે ફલે છે ફૂલે છે.' પરંતુ એનડીએ સતત કેમ સંકોચાઈ રહ્યુ છે, તેને નવા સાથી કેમ નથી મળી રહ્યા, જૂના સાથીઓ કેમ છોડીને જઈ રહ્યા છે આવા સવાલોના જવાબ પ્રધાનમંત્રીએ ન આપ્યા.

મોદી વિરોધી જો ભ્રષ્ટ તો કેટલાને પકડ્યા મોદી સરકારે?- પીએમ ચૂપ

મોદી વિરોધી જો ભ્રષ્ટ તો કેટલાને પકડ્યા મોદી સરકારે?- પીએમ ચૂપ

મહાગઠબંધન પર નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આમાં બધા દળ અને નેતા એ જ છે જે ક્યારેકને ક્યારેક કોંગ્રેસ સાથે રહ્યા, તેમનાથી દૂર થયા, લડાઈ લડી. માત્ર મોદીના કારણે તે એક થયા છે. તેમનો ઈશારો ભ્રષ્ટાચાર તરફ હતો. પરંતુ તેમણે એ ન જણાવ્યુ કે આવા દળો અને નેતાઓમાંથી કેટલાનો ભ્રષ્ટાચાર તેમણે પકડ્યો છે કે સામે લાવ્યા છે. આખા ઈન્ટરવ્યુમાં પ્રધાનમંત્રીના જવાબથી ઉચિત સવાલ પૂછવામાં ન આવ્યા. આ જ કારણ છે કે ઈન્ટરવ્યુમાં ભાષણ આપીને ચાલ્યા ગયા પીએમ. તેમણે કોઈ પ્રશ્નનો જવાબ યોગ્ય રીતે ન આપ્યો. દરેક જવાબો સવાલોથી ઘેરાયેલા છે.

આ પણ વાંચોઃ આઈઆઈટી મદ્રાસમાં પીએચડી સ્કૉલરે કરી આત્મહત્યા, 4 મહિનામાં બીજો કેસઆ પણ વાંચોઃ આઈઆઈટી મદ્રાસમાં પીએચડી સ્કૉલરે કરી આત્મહત્યા, 4 મહિનામાં બીજો કેસ

English summary
Prime Minister Narendra Modi Interview before loksabha election what he skipped in his exclusive conversation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X