પીએમ મોદી ફોન પર ઈમરાન ખાનને પાઠવી શકે છે અભિનંદન!
ભારતીય અધિકારી એ વાતની સંભાવનાનો ઈનકાર નથી કરી રહ્યા કે બની શકે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈમરાન ખાનને નવા પીએમ બનવા પર અભિનંદન પાઠવે.
પાકિસ્તાન ચૂંટણી બાદ હવે તે સ્પષ્ટ થઈ ગયુ છે કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના પ્રમુખ પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન દેશના હવે પછીના પ્રધાનમંત્રી હશે. ભારતે પણ ઈસ્લામાબાદમાં વધતી રાજકીય હલચલો વચ્ચે ઈમરાનની પાર્ટીનો સંપર્ક કરવાની કોશિશો ઝડપી કરી દીધી છે. સૂત્રોની માનીએ તો ભારતીય હાઈકમિશનના અધિકારી પીટીઆઈના લીડર્સ સાથે સંપર્કમાં છે અને આ એવા નેતા છે જે નવી સરકારમાં મહત્વની ભૂમિકા નિભાવવાના છે.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ પાઠવ્યા અભિનંદન
પીટીઆઈનો ચૂંટણી પ્રચાર પૂરી રીતે ભારત વિરોધી નહોતો. ભારતને પણ આ વાત ક્યાંકને ક્યાંક સમજમાં આવી ગઈ છે કે પાકિસ્તાનનું ખરાબ રાજકારણ આને પણ ઘણી હદે પ્રભાવિત કરી શકે છે. ઈમરાન ખાનની પાર્ટી પણ ભારતની પ્રશંસા કરી ચૂકી છે. પાકિસ્તાનમાં સામાન્ય રીતે લોકોમાં એ ધારણા હતી કે મોદી સરકાર ઈચ્છે છે કે નવાઝ શરીફની પાર્ટી સત્તામાં પાછી આવે પરંતુ ભારતનો વિચાર આનાથી અલગ હતો. એક સૂત્ર તરફથી જાણકારી આપવામાં આવી છે કે ભારતીય હાઈ કમિશન માત્ર પીટીઆઈ જ નહિ પરંતુ પાકિસ્તાન મુસ્લિમ લીગ - નવાઝ શરીફ (પીએમએલએન) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) સાથે સંપર્કમાં હતી.
હવે ભારતીય અધિકારી એ વાતની સંભાવનાનો ઈનકાર નથી કરી રહ્યા કે બની શકે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈમરાન ખાનને નવા પીએમ બનવા પર અભિનંદન પાઠવે. રવિવારે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ ઈમરાનને ફોન કરીને તેમને જીતના અભિનંદન આપ્યા હતા. ભારતે ઘનીના ફોન કોલ પર નજર રાખી હતી. અફઘાનિસ્તાન રાષ્ટ્રપતિ તરફથી ટ્વિટર પર એ વાતની જાણકારી આપવામાં આવી કે બંને નેતા ફોન પર થયેલી વાતચીત બાદ એ વાત પર રાજી થયા છે કે બંને દેશોના રાજકીય, સામાજિક અને આર્થિક ભવિષ્ય માટે નવા સંબંધોનો પાયો નાખવામાં આવે અને જૂની વાતોમાંથી બહાર નીકળવામાં આવે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી







Click it and Unblock the Notifications
