કાશી પહોંચી મોદીએ શરૂ કર્યું સફાઇ અભિયાન, 9 લોકોને કર્યા નોમિનેટ
વારાણસી, 25 ડિસેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં ગંગાના કિનારે પહોંચીને સુશાસન દિવસનો શુભારંભ કર્યો. વડાપ્રધાનમંત્રીએ આ અવસર પર તે બધા લોકોને ધન્યવાદ આપ્યા જેમણે સ્વચ્છ ભારત અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું.
વડાપ્રધાને આ અવસર પર જગન્નાથ મંદિરની બહાર ઝાડૂ લગાવીને ફરી એકવાર ઘણા લોકોને સ્વચ્છ ભારત અભિયાનમાં સામેલ થવા માટે નામાંકિત કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક સાથે બધાએ મળીને દેશને સાફ કરવાનો સંકલ્પ લેવો જોઇએ.

પીએમે આ લોકોને કર્યા નામાંકિત
નાગાલેંડના રાજ્યપાલ પદ્યનાથ આચાર્ય, કિરણ બેદી, સોનલ માન સિંહ, કપિલ શર્મા, સૌરવ ગાંગુલી, રામોજી રાવ અને ઇનાડૂ ગ્રુપ, અરૂણ પૂરી તથા ઇંડિયા ટૂડે ગ્રુપના બધા સાથીઓ, આઇસીઆઇસીઆઇ, મુંબઇના ડબ્બાવાળા સહિત પીએમે બધા દેશવાસીઓને સફાઇ અભિયાનમાં આગળ આવીને સામેલ થવાની અપીલ કરી.
આ અવસર પર નરેન્દ્ર મોદીએ નાગરિકો અને તમામ સંગઠનોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે કાશીની ઓળખ માટીમાં દબાયેલી પડી હતી. આ ઘાટ કરોડો લોકોની શ્રદ્ધાનું પ્રતિક છે, આજે આપણે જોઇ રહ્યાં છીએ કે સફાઇના લીધે માટીના ઢગલામાં દબાયેલા ઘાટ મા ગંગાની સામે છે. વડાપ્રધાને કહ્યું કે 2 ઓક્ટોબરથી શરૂ થયેલા આ અભિયાનને બધા લોકો આગળ વધારી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
