9 ફેબ્રૂઆરીથી PM ફિલિસ્તીન, ઓમાન અને યૂએઇના પ્રવાસે જશે

Written By:
Subscribe to Oneindia News

ભારતના વડાપ્રધાન ઇઝરાયલના પ્રવાસ બાદ ફરી વિદેશ યાત્રા પર જવાની તૈયારી કરી રહ્યા છે. 9 ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર મોદી ફિલિસ્તીન, ઓમાન અને સંયુક્ત અરબ અમીરાતની ચાર દિવસીય રાજકીય મુલાકાત પર જવાના છે. આ મુલાકાતમાં તેઓ બધા દેશોના પ્રમુખો સાથે મુલાકાત કરશે અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ અંગેની જાણકારી આપતા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, વડાપ્રધાનની મુલાકાત પર દેશોના હિતો અને સુરક્ષાને લગતા વિષયો પર વાત થશે. આ પ્રવાસમાં ફિલિસ્તીનની મુલાકાત ભારત માટે સૌથી મહત્વની છેં.

Modi

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વખત ફિલિસ્તીનની મુલાકાતે જઇ રહ્યા છે. તેઓ ફિલીસ્તીનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસની સાથે બઠેક કરશે. ઉપરાંત ત્યાના અનેક કાર્યકર્મોમાં હાજરી પણ આપશે. ફિલીસ્તીનના રાષ્ટ્રપતિ વર્ષ 2017માં ભારતની મુલાકાતે આવ્યા હતા અને ત્યારે મોદી સરકારે તેમને વિશ્વાસ આપ્યો હતો કે તેઓ ફિલિસ્તીનના ઉદ્દેશ્ય પુરો કરવા સમર્થન કરશે, આથી આ મુલાકાત ઘણી મહત્વની છે. આ સિવાય યૂએઇની પ્રવાસ દરમિયાન રક્ષા, સુરક્ષા અને વ્યાપારને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. તે ઉપરાંત તેઓ 6ઠ્ઠી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને સંબોધશે. ઓમાનની સાથે દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણ પર ચર્ચા કરવામાં આવશે.

English summary
Prime Minister NArendra Modi to visit Palestine Oman and UAE on 9 Feb. He will discuss on many issue to the leader.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.