જય માતા દી! PM મોદીએ દેશવાસીઓને આપી નવરાત્રિની શુભકામનાઓ
આજથી આસો નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ આપી છે.
નવી દિલ્લીઃ આજથી આસો નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજાથી શરૂ થતો આ તહેવાર આવતા 9 દિવસ સુધી ચાલશે અને 26 ઓક્ટોબરે દશેરા સાથે સંપન્ન થશે. પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વિટ કરીને કહ્યુ કે, 'નવરાત્રિના પવિત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામના. જગત જનની મા જગદંબા તમારા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર કરે. જય માતા દી!'

પીએમ મોદીએ એક અન્ય ટ્વિટ કરીને લખ્યુ, 'ॐ દેવી શાલપુત્ર્યૈ નમઃ'. નવરાત્રિના પહેલા દિવસે મા શૈલપુત્રીને પ્રણામ. માના આશીર્વાદ આપણને મળે અને આપણો આખો સંસાર સુરક્ષિત, સ્વસ્થ અને સમૃદ્ધ રહે. તેમના આશીર્વાદ આપણને ગરીબો અને મજબૂરોની દુનિયામાં સકારાત્મક બદલાવ લાવવાની શક્તિ આપે.' તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ મહામારી વચ્ચે શરૂ થયેલ નવરાત્રિને લઈને ગૃહ મંત્રાલયે પહેલા જ ગાઈડલાઈન જારી કરેલી છે.












Click it and Unblock the Notifications
