For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટિશ રોયલ કપલ ટ્રીટેમેન્ટ માટે આવશે બેંગ્લોર

By Super
|
Google Oneindia Gujarati News

prince-charles-camilla
બેંગ્લોર, 27 ઑક્ટોબરઃ બ્રિટિશ રોયલ કપલ પ્રિન્સ ચાર્લ્સ અને તેમના પત્ની કેમિલા શનિવારે બેંગોલર આવ્યા છે. આ કપલે જણાવ્યું છે કે તે અહીં એક અઠવાડિયા સુધી છે અને હોલિસ્ટિક હેલિંગ સેશનમાં ભાગ લેવા માટે આવ્યાં છે.

સૂત્રોએ જણાવ્યું છે કે બેંગ્લોરમાં વાઇટફિલ્ડમાં આવેલા સૌક્ય હોલિસ્ટિક હેલ્થ સેન્ટરના ડો. ઇસાક મથાઇ આ કપલની સારવાર કરશે. સૌક્ય દ્વારા અલગ-અલગ પ્રકારની દવાઓ અને સારવાર પદ્ધતિઓ જેમ કે આયુર્વેદિક, નેચરોથેરાપી, હોમિયોથેરાપી, યોગા અને અન્ય થેરાપીઓનો ઉપયોગ કરવામાં આવશે.

લંડનની રોયલ કોલેજ ઇનટરગ્રેટેડ મેડિસિન સાથેના સૌક્યના સહિયારા અભિયાનમાં 70 કરતા વધારે દેશના દર્દીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે છે. રોયલ કપલને ભારતમાં એક અઠવાડિયા લાંબા રોકાણ દરમિયાન સાઉથ ઇન્ડિયન વેજિટેરિયન ડાયેટ આપવામા આવશે. ડો. મથાઇ 2010થી બ્રિટિશ રોયલ ફેમેલીના હેલ્થ એડવાઇઝર છે.

નોંધનીય છે કે છેલ્લે આ કપલ નવી દિલ્હી ખાતે યોજયેલા કોમનવેલ્થ ગેમ્સના ઉદ્દઘાટન વખતે ભારત આવ્યા હતા.

English summary
British Royal couple - Prince Charles and his wife Camilia reached Bangalore on Saturday, Oct 27. The couple reportedly are on their week-long visit to the country for a holistic healing session.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X