For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નૃપેન્દ્ર મિશ્રા બનાવવામાં આવી શકે છે જમ્મુ કાશ્મીરના પહેલા ઉપરાજ્યપાલ

પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રાના પદ છોડ્યા બાદથી તેમના આગામી કાર્યભાર વિશે અટકળો વધી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રાના પદ છોડ્યા બાદથી તેમના આગામી કાર્યભાર વિશે અટકળો વધી ગઈ છે. મીડિયામાં ચાલી રહેલા સમાચારો મુજબ ઉત્તર પ્રદેશ કેડરના 1977ની બેચના આઈએએસ અધિકારી નૃપેન્દ્ર મિશ્રાને નવા બનાવાયેલા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના પહેલા ઉપરાજ્યપાલ બનાવવામાં આવી શકે છે. પ્રધાનમંત્રી મોદીના નજીક ગણાતા અને પાંચ વર્ષ સુધી પ્રધાન સચિવનું પદ સંભાળનાર મિશ્રા આ મહત્વપૂર્ણ પદના સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

Nripendra Misra

કેન્દ્ર સરકાર રાજ્યને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે ઉત્સુક છે અને 5 ઓગસ્ટથી લગાવવામાં આવેલ પ્રતિબંધોને ઘટાડવા માટે યોજના બનાવી રહ્યા છે. કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી કરાવવા ઈચ્છી રહી છે. આ પહેલા કેન્દ્ર ઈચ્છે છે કે વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના મતવિસ્તારનું સીમાંકન પણ એક મહત્વપૂર્ણ કામ છે. આ દરમિયાન નૃપેન્દ્ર મિશ્રાને દિલ્લાના ઉપરાજ્યપાલ બનાવવાની પણ ચર્ચા ચાલી રહી છે. દિલ્લીમાં પણ આગામી વર્ષે ચૂંટણી થવાની છે.

પ્રધાન સચિવનું પદ છોડવાના પોતાના નિર્ણય બાદ મિશ્રાએ એક નિવેદનમાં કહ્યુ કે હવે તેમના માટે આગળ વધવા અને સાર્વજનિક ધ્યેય અને રાષ્ટ્રીય હિત માટે સમર્પિત રહેવાનો સમય છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે નૃપેન્દ્ર મિશ્રી કાર્ય મુક્તિની પુષ્ટિ પીએમ મોદીએ પોતે ટ્વીટર પર આપી હતી. પીએમ મોદીએ ટ્વીટ કર્યુ, '2019ના ચૂંટણી પરિણામ આવ્યા બાદ નૃપેન્દ્ર મિશ્રાજીએ પોતાને પ્રિન્સિપલ સેક્રેટરીના પદથી સેવામુક્ત કરવાનો અનુરોધ કર્યો હતો. ત્યારે મે તેમને વૈકલ્પિક વ્યવસ્થા થવા સુધી પદ પર રહેવાનો આગ્રહ કર્યો હતો.'

પીએમ મોદીએ નૃપેન્દ્ર મિશ્રાની પ્રશંસા કરતા લખ્યુ કે, '2014માં મે જ્યારે પ્રધાનમંત્રી તરીકે જવાબદારી સંભાળી, ત્યારે મારા માટે દિલ્લી નવુ હતુ અને નૃપેન્દ્ર મિશ્રાજી પણ નવા હતા. પરંતુ દિલ્લીની શાસન વ્યવસ્થાથી તે સંપૂર્ણપણે પરિચિત હતા. એ પરિસ્થિતિમાં તેમણે પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પોતાની બહુમૂલ્ય સેવાઓ આપી.'

આ પણ વાંચોઃ 5 ટ્રિલિયન ડૉલર ઈકોનોમી બનાવવા સરકાર પ્રયત્નશીલ, બેંક મર્જરથી કોઈની નોકરી નહિ જાયઃ નાણામંત્રીઆ પણ વાંચોઃ 5 ટ્રિલિયન ડૉલર ઈકોનોમી બનાવવા સરકાર પ્રયત્નશીલ, બેંક મર્જરથી કોઈની નોકરી નહિ જાયઃ નાણામંત્રી

English summary
Principal Secretary Nripendra Misra may be made Lieutenant Governor of Jammu and Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X