For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાનગી હોસ્પિટલમાં લૂંટ, 1 રૂપિયાનો ગ્લવ્સ 2800 રૂપિયામાં

ખાનગી હોસ્પિટલોમાં ઉપચારના નામ પર કઈ રીતે લૂંટ કરવામાં આવી રહી છે તેના વિશે એક રિપોર્ટ બહાર આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ખાનગી હોસ્પિટલોમાં ઉપચારના નામ પર કઈ રીતે લૂંટ કરવામાં આવી રહી છે તેના વિશે એક રિપોર્ટ બહાર આવ્યો છે. આ રિપોર્ટમાં જે ખુલાસો થયો છે તે ખુબ જ ચોંકાવી નાખે તેવો છે. રિપોર્ટ અનુસાર દિલ્હી એનસીઆર, ઘણા ખાનગી હોસ્પિટલ દવાઓ સાથે બીજા મેડિકલ ઉપકરણોની કિંમતમાં હેરફેર કરી 1700 ગણો નફો કમાઈ રહ્યા છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ ખાનગી હોસ્પિટલ 1 રૂપિયાનો ગ્લવ્સ 2800 રૂપિયામાં વેચી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ દવાઓ અને ઇન્જેક્શનમાં પણ 1200 થી 1700 ગણો નફો વસૂલ કરવામાં આવ્યો છે.

એનપીપીએ સ્ટડીમાં ખુલાસો

એનપીપીએ સ્ટડીમાં ખુલાસો

એનપીપીએ સ્ટડીમાં આ વાતનો ખુલાસો થયો છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે દિલ્હી એનસીઆર માં ઘણા ખાનગી હોસ્પિટલ દવાઓ સાથે બીજા મેડિકલ ઉપકરણોની કિંમતમાં હેરફેર કરી 1700 ગણો નફો કમાઈ રહ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હોસ્પિટલ પોતાની સેવાઓ માટે પણ મોટી રકમ વસૂલ કરે છે. એનપીપીએ ફોર્ટિસ સહીત 4 બીજા મોટા હોસ્પિટલ સ્ટડી કરી રિપોર્ટ તૈયાર કર્યો છે.

1200 થી 1700 ગણો નફો કમાઈ રહ્યા છે

1200 થી 1700 ગણો નફો કમાઈ રહ્યા છે

એનપીપીએ ઘ્વારા જણાવવામાં આવ્યું કે લગભગ 4 દર્દીઓએ હોસ્પિટલ પર વધારે પૈસા ચાર્જ કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યારપછી હોસ્પિટલ બિલની તપાસ કરવામાં આવી.

1200 ગ્લવ્સ ખરાબ થવાની વાત કહીને 11,400 રૂપિયા વસુલ કર્યા

1200 ગ્લવ્સ ખરાબ થવાની વાત કહીને 11,400 રૂપિયા વસુલ કર્યા

તપાસમાં જાણવા મળ્યું કે ઓપેરશન દરમિયાન 1200 ગ્લવ્સ ખરાબ થવાની વાત કહીને 11,400 રૂપિયા વસુલ કર્યા. દર્દીના બિલમાં એક ગ્લવ્સ ની કિંમત 10 રૂપિયા રાખવામાં આવી હતી જયારે હોસ્પિટલ તેને ખાલી દોઢ રૂપિયામાં ખરીદે છે.

4 મોટા હોસ્પિટલ પર સ્ટડી

4 મોટા હોસ્પિટલ પર સ્ટડી

એવી જ રીતે એક હોસ્પિટલે લોહી ચડાવવા માટે ઉપયોગ થવા વાળી કેનુલા ને 2 રૂપિયામાં ખરીદી દર્દી પાસે 1500 રૂપિયા વસૂલ કર્યા. સીટી સ્કેન અને એમઆરઆઈ જેવી તપાસ દરમિયાન પણ લોકો પાસે ઘણા રૂપિયા વસૂલ કરવામાં આવ્યા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને રિપોર્ટ મોકલી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને રિપોર્ટ મોકલી

જ્યાં એક બાજુ કેન્દ્ર સરકાર 10 કરોડ પરિવાર માટે સ્વાસ્થ્ય વીમો આપવાની યોજના કરી રહી છે. ત્યાં જ ખાનગી હોસ્પિટલ દર્દીઓને બેફામ લૂંટી રહ્યા છે. હવે જોવાનું છે કે એનપીપીએ રિપોર્ટ મોકલ્યા પછી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તેના વિશે કેવા પગલાં ભરે છે.

English summary
Private hospitals delhi ncr making over 1700 percent profit on drugs diagnostics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X