For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોર્ટમાં પ્રિયા રમાનીઃ અકબર પર યૌનશોષણનો આરોપ લગાવવા પાછળ કોઈ દ્વેષપૂર્ણ હેતુ નહોતો

પત્રકાર પ્રિયા રમાનીએ ગુરુવારે અદાલતને કહ્યુ કે મે પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબર પર યૌનશોષણના આરોપ દ્વેષપૂર્ણ હેતુથી નહોતા લગાવ્યા.

|
Google Oneindia Gujarati News

એમજે અકબર માનહાનિ મામલે પત્રકાર પ્રિયા રમાની અને તેમના દોસ્તોની સાક્ષી દિલ્લીની એક અદાલતમાં પૂરી થઈ ગઈ છે. એક કલાકથી વધુ સમય સુધી અકબરના વકીલ ગીતા લૂથરાએ તેમની પૂછપરછ કરી. કેસની સુનાવણી દરમિયાન પત્રકાર પ્રિયા રમાનીએ ગુરુવારે અદાલતને કહ્યુ કે મે પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબર પર યૌનશોષણના આરોપ દ્વેષપૂર્ણ હેતુથી નહોતા લગાવ્યા. માનહાનિ કેસમાં સુનાવણીની આગામી તારીખ 10 ડિસેમ્બર છે.

Priya Ramani

ગુરુવારે એમજે અકબર દ્વારા દાખલ માનહાનિ કેસમાં પોતાની પૂછપરછ દરમિયાન રમાનીએ કહ્યુ કે એ કહેવુ ખોટુ રહેશે કે તેમના આરોપોએ ફરિયાદકર્તાની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડ્યુ છે. રમાની અને તેમની દોસ્ત નીલોફરનુ ક્રોસ એક્ઝામિન અધિક મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (એસીએમએમ) વિશાલ પાહુજા સમક્ષ આયોજિત કરવામાં આવ્યુ હતુ કારણકે આ કેસ એસીએમએમ સમર વિશાલ દ્વારા તેમના ન્યાયાલમાં સ્થાનાંતરિત કરી દેવામાં આવ્યો છે.

રમાનીએ પૂછપરછ દરમિયાન કહ્યુ કે એ કહેવુ ખોટુ ગણાશે કે એક પત્રકાર તરીકે મારુ આચરણ અનૈતિક રહ્યુ છે. એવુ કહેવામાં આવ્યુ કે મે ના તો પોતાના સ્ત્રોતોની ઓળખ કરી હતી અને ના શ્રેય આપ્યો હતો. આ પહેલા સમર વિશાલ સામે નીલોફરનુ નિવેદન નોંધવમાં આવ્યુ હતુ. આ દરમિયાન તેમણે રમાનીના ઉત્પીડનની કથિત ઘટનાને સંક્ષેપમાં જણાવી હતી.

રમાનીએ અકબર પર મુંબઈની એક હોટલના રૂમમાં યૌનદુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ અકબરે મી ટુ અભિયાનમાં તેમનુ નામ ઢસડી લેવાયા બાદ રમાની સામે એક માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. આરોપો બાદ વિદેશી બાબતો માટે તત્કાલીન રાજ્ય મંત્રી અકબરને પોતાના પદેથી રાજીનામુ આપવુ પડ્યુ હતુ. પત્રકાર પ્રિયા રમાનીએ સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર તરફથી દાખલ માનહાનિ કેસમાં એક સાક્ષી તરીકે પોતાનુ નિવેદન નોંધાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ સરકાર બનાવવા અંગે કોંગ્રેસ-શિવસેના-NCPમાં સંમતિ, આમને મળી શકે મંત્રી પદઆ પણ વાંચોઃ સરકાર બનાવવા અંગે કોંગ્રેસ-શિવસેના-NCPમાં સંમતિ, આમને મળી શકે મંત્રી પદ

English summary
Priya Ramani said to a court, no extraneous' motive for making sexual harassment allegations MJ Akbar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X