For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસથી નારાજ થયા પ્રિયંકા ચતુર્વેદી, ‘ગુંડાઓને મળી રહ્યુ છે મહત્વ'

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીએ પોતાની પાર્ટી સામે જ બુધવારે મોરચો ખોલી દીધો છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીએ પોતાની પાર્ટી સામે જ બુધવારે મોરચો ખોલી દીધો છે. કોંગ્રેસની અનુશાસન સમિતિએ પ્રિયંકા ચતુર્વેદીની પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો કરનારા 8 નેતાઓ સામેની કાર્યવાહી અટકાવી દીધી છે. પ્રિયંકાએ આના પર નારાજગી વ્યક્ત કરી છે. પ્રિયંકા ચતુર્વેદીએ આરોપ લગાવ્યો છે કે પાર્ટીમાં એ ગુંડાઓને મહત્વ આપવામાં આવી રહ્યુ છે જે મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરે છે. પ્રિયંકાએ પાર્ટીના આ નિર્ણયની ટ્વીટર પર ટીકા કરી છે.

priyanka Chaturvedi

પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વિટર પર લખ્યુ કે, 'આ જોવુ બહુ દુઃખદ છે કે અમુક ખરાબ આચરણ કરનારા લોકોને કોંગ્રેસમાં પોતાનો લોહી-પરસેવો પાડનાર લોકોની જગ્યાએ વધુ મહત્વ આપવામાં આવી રહ્યુ છે. મે પહેલા પણ પોતાની પાર્ટી માટે લોકો તરફથી ફેંકાયેલા પત્થર અને અપશબ્દોની માર સહન કર્યો છે પરંતુ પાર્ટીની અંદર મારી સાથે દૂર્વ્યવહાર કરનારાઓને, મને ધમકાવનારાઓને કોઈ કાર્યવાહી કર્યા વિના એમ જ છોડવામાં આવી રહ્યા છે, એ જોવુ દૂર્ભાગ્યપૂર્ણ છે.' પાર્ટા આ નિર્ણય બાદ પ્રિયંકા ઘણી નારાજ થઈ છે.

ચતુર્વેદીએ આ વાત એક પત્રકારને રિટ્વીટ કરતા કહી, જેણે કોંગ્રેસના નોટિસનો એક ફોટો જોડ્યો હતો. જેમાં કહેવામાં આવ્યુ છે કે પ્રિયંકા ચતુર્વેદી દ્વારા હાલમાં જ પાર્ટીના અમુક નેતાઓ પર તેમની સાથે દૂર્વ્યવહાર કરવાની ફરિયાદ કરવામાં આવી હતી. ચતુર્વેદીની ફરિયાદ બાદ પાર્ટી નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પત્રમાં કહેવામાં આવ્યુ છે કે ઉત્તર પ્રદેશ પશ્ચિમના કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તક્ષેપ બાદ કાર્યવાહી અટકાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમારી પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે નજીકના ભવિષ્યમાં તમે એવુ કંઈ નહિ કરો જેનાથી પાર્ટીની છબીને નુકશાન પહોંચે.

આ મામલો ગયા વર્ષે સપ્ટેમ્બરની આસપાસનો છે જ્યારે મથુરામાં રાફેલ મુદ્દા વિશે કોંગ્રેસ પ્રવકતાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યાં તેમની સાથે પાર્ટીના જ અમુક સભ્યોએ દૂર્વ્યવહાર કર્યો. જો કે તેમની આ ફરિયાદ બાદ તે સભ્યોને પાર્ટાંથી કાઢી દેવામાં આવ્યા હતા પરંતુ ફરીથી તેમને પાર્ટીમાં શામેલ કરવાનો પત્ર જાહેર કરવામાં આવ્યો. જ્યોતિરાદિત્ય સિંધિયાની ભલામણ બાદ આ કાર્યકર્તાઓ પરની કાર્યવાહી અટકાવી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ પીએમ મોદી પર રિતેશનો કટાક્ષ, '56 ઈંચની છાતી તો ગોદરેજની અલમારીની હોય છે'આ પણ વાંચોઃ પીએમ મોદી પર રિતેશનો કટાક્ષ, '56 ઈંચની છાતી તો ગોદરેજની અલમારીની હોય છે'

English summary
Priyanka Chaturvedi slams Congress after party revokes suspension of workers who misbehaved with her
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X