પ્રિયંકા ચોપરા બની ડોક્ટર, વીડિયો બનાવી માન્યો આભાર

Written By:
Subscribe to Oneindia News

બોલીવૂડથી લઈને હોલીવૂડ સુધી આજે સહુ કોઈ જેના ફેન્સ છે, જેની એક્ટિંગથી તેણે પોતાની ઓળખ ઊભી કરી છે એવી અભિનેત્રી પ્રિયંકા ચોપરા હવે ડોક્ટર બની ગઇ છે. પ્રિયંકા ચોપરા તેના નામની આગળ ડોક્ટર લખાવા માટે ઇનટાઇટલ થઈ ગઈ છે. રવિવારે બરેલીની ઇન્ટરનેશનલ યૂનિવર્સિટીએ પ્રિયંકા ચોપરાને માનદ શીર્ષક દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ખરાબ વાતાવરણને કારણે પ્રિયંકા પદવી લેવા યુનિવર્સિટી પહોંચી શકી નહોતી. પ્રિયંકાએ મળેલી માનદ પદવી પર ખુશી વ્યક્ત કરી હતી અને યૂનિવર્સિટીનો આભાર માન્યો હતો તથા પદવી લેવા ન પહોંચવાની કારણે અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.

Priynka Chopra

ઉત્તર પ્રદેશમાં આરોગ્ય ક્ષેત્રે યોગદાન ધરાવતી બરેલી ઇન્ટરનેશનલ યૂનિવર્સિટીએ રવિવારે પોતાનો પહેલો પદવિદાન સમારંભ યોજ્યો હતો. આ સમારંભમાં ઉત્તરપ્રદેશના મંત્રી રાજેશ અગ્રવાલ અને કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન હાજર રહ્યા હતા. પ્રિયંકા ચોપરાને સમાજમાં આપેલા તેના યોગદાન બદલ બરેલી યુનિવર્સિટી દ્વારા ડોક્ટરની ઉપાધીથી સન્માનિત કરવામાં આવી હતી. આ પદવી મેળવ્યા બાદ પ્રિયંકાએ જણાવ્યુ હતું કે, પોતાના જ શહેરની યૂનિવર્સિટીથી મળેલી આ પદવીથી તે ઘણી ખુશ છે. આ સાથે તેણે પોતાનો વીડિયો બનાવીને લોકોને આભારમાન્યો હતો અને સાથે જ અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, પ્રિયંકા પદવી લેવા માટે ન્યૂયોર્કથી દિલ્હી પહોંચી ગઈ હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે તમામ તૈયારીઓ છતાં પ્રિયંકા બરેલી પહોંચી શકી નહોતી. આખરે નિરાશ પ્રિયંકાએ ડૉક્ટરેટની પદવી માટે આભાર માનતા કાર્યક્રમમાં ન પહોંચી શકવા બદલ અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. આ વીડિયોમાં તે પોતાની બરેલીની જૂની યાદીગીરીઓ અંગે પણ વાતો કરતી જોવા મળે છે. તો જુઓ આ વીડિયો..

English summary
priyanka chopra became doctor shows her happiness thru video

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.