For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોહિંગ્યા સમર્થકો (પ્રિયંકા ચોપડા) ને દેશમાં રહેવાનો હક નથીઃ કટિયાર

અભિનેત્રી અને યુનિસેફની બ્રાન્ડ એબેસેડર પ્રિયંકા ચોપડાની બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થીઓના કેમ્પની મુલાકાતને ભાજપ સાંસદ વિનય કટિયારે અસ્વીકાર્ય ગણાવી છે.

|
Google Oneindia Gujarati News

અભિનેત્રી અને યુનિસેફની બ્રાન્ડ એબેસેડર પ્રિયંકા ચોપડાની બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થીઓના કેમ્પની મુલાકાતને ભાજપ સાંસદ વિનય કટિયારે અસ્વીકાર્ય ગણાવી છે. વિનય કટિયારે કહ્યુ છે કે પ્રિયંકા ચોપડા રોહિંગ્યાઓની અસલિયત જાણે છે. તેણે તેમને મળવા ન જવુ જોઈએ. રોહિંગ્યા મુસલમાનોને ક્યારેય પણ આ દેશમાં રહેવાની મંજૂરી ન મળવી જોઈએ. જે લોકો તેમની સાથે સહાનુભૂતિ રાખશે તેમને પણ આ દેશમાં રહેવા દેવામાં નહિ આવે.

priyanka

પ્રિયંકા ચોપડાએ બે દિવસ પહેલા બાંગ્લાદેશના કૉક્સ બજારમાં રોહિંગ્યા શરણાર્થીઓ સાથે મુલાકાત કરીને અહી રહેતા બાળકોને મદદ કરવાની અપીલ કરી હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર રોહિંગ્યા શરણાર્થીઓના બાળકો સાથેના ઘણા ફોટો પોસ્ટ કરતાં કહ્યુ કે રોહિંગ્યા શરણાર્થીઓના બાળકોને એક સુરક્ષિત ભવિષ્ય આપવા માટે દુનિયાએ સાથે આવવાની જરૂર છે.

katiyar

પ્રિયંકા ચોપડાએ કહ્યુ કે 2017માં દુનિયાએ મ્યાનમારમાં જાતીય નરસંહાર જોયો. આ હિંસાએ 7,00,000 રોહિંગ્યા મુસ્લિમોને બાંગ્લાદેશ ભાગવા પર મજબૂર કરી દીધા જેમાં 60 ટકા તો બાળકો છે. આ ઘટનાના ઘણા મહિના બાદ પણ તે ભયભીત છે અને બહુ ભીડભાડવાળા શિબિરોમાં રહે છે. તેમને એ પણ ખબર નથી કે તેમનું શું થશે. તે રોજ એવા ડરમાં જીવે છે કે તેમને હવે પછી ભોજન મળશે કે નહિ.

English summary
priyanka chopra dont know rohingya muslims reality says bjp mp vinay katiyar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X