For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીને મનાવવા માટે તેમના ઘરે પહોંચી બહેન પ્રિયંકા અને સચિન પાયલટ

લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ રાહુલ ગાંધીને મનાવવાનું કામ ચાલી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ રાહુલ ગાંધીને મનાવવાનું કામ ચાલી રહ્યુ છે. આજે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા. આ દરમિયાન રાહુલ ગાંધીના નિવાસ સ્થાન પર પહેલેથી જ પાર્ટીના પ્રવકતા સુરજેવાલા અને વરિષ્ઠ નેતા કે સી વેણુગોપાલ પણ હાજર હતા. વાસ્તવમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યુ હતુ ત્યારબાદ તેમને મનાવવાનો દોર ચાલી રહ્યો છે.

priyanka-sachin

વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ પાર્ટીની હારની જવાબદારી લઈને અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. જો કે વર્કિંગ કમિટીએ એક સૂરમાં તેમનુ રાજીનામુ ફગાવી દીધુ હતુ પરંતુ રાહુલ ગાંધી પોતાના નિર્ણય પર અડગ છે અને તેમણે સ્પષ્ટ કહ્યુ છે કે પાર્ટીના આગલા અધ્યક્ષની તપાસ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ માનવામાં આવી રહ્યુ છે કે આગલા સપ્તાહે વર્કિંગ કમિટીની બેઠક થઈ શકે છે જેમાં પાર્ટીના નવા અધ્યક્ષની ચર્ચા થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે સોમવારે પાર્ટીના ટ્રેજરર અહેમદ પટેલ અને વેણુગોપાલે રાહુલ ગાંધીને તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી અને તેમને અપીલ કરી હતી કે તે પાર્ટીને પોતાનું નેતૃત્વ ચાલુ રાખે પરંતુ રાહુલ ગાંધીએ આનાથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. સૂત્રોની માનીએ તો પાર્ટીના નેતાઓનું માનવુ છે કે પાર્ટી રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષના પદેથી હટાવવાનો બોઝ સહન નથી કરી શકતી. તેમનુ માનવુ છે કે ચૂંટણીમાં હાર પાર્ટીની સામૂહિક જવાબદારી છે ના કે વ્યક્તિગત જવાબદારી. કોંગ્રેસ વર્કિંગ કમિટીના એક સભ્યનું કહેવુ છે કે હારનું પોસ્ટમોર્ટમ કરવાની સખત જરૂર છે. વળી, કોંગ્રેસ આ તમામ ઘટનાક્રમને અફવા ગણાવી છે.

આ પણ વાંચોઃ CCTV ફૂટેજમાં ખુલાસો, મુસ્લિમ યુવકની ના કોઈએ ટોપી ફેંકી અને ના કૂર્તો ફાડ્યોઆ પણ વાંચોઃ CCTV ફૂટેજમાં ખુલાસો, મુસ્લિમ યુવકની ના કોઈએ ટોપી ફેંકી અને ના કૂર્તો ફાડ્યો

English summary
Priyanka Gandhi and Sachin Pilot reaches to Rahul Gandhi residence to convince him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X