ઑટોમોબાઈલ ક્ષેત્રની 10 લાખ નોકરીઓ પર જોખમ, સરકારનું મૌન ખતરનાકઃ પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે ઑટોમોબાઈલ ક્ષેત્રમાં નોકરીઓના ખતરાવાળા એક મીડિયા રિપોર્ટનો હવાલો આપીને કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કર્યો છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે ઑટોમોબાઈલ ક્ષેત્રમાં નોકરીઓના ખતરાવાળા એક મીડિયા રિપોર્ટનો હવાલો આપીને કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કર્યો છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ કે ઑટો સેક્ટરની દસ લાખ નોકરીઓ પર જોખમ છે. અહીં કામ કરી રહેલા લોકોએ પોતાના ગુજરાન માટે નવા સ્થળ શોધવા પડશે. નષ્ટ થતા રોજગાર, નબળા પડતા વેપાર અને અર્થવ્યવસ્થાની કમર તોડતી નીતિઓ પર ભાજપ સરકારનુ મૌન સૌથી વધુ ખતરનાક છે.

priyanka gandhi

તમને જણાવી દઈએ કે હાલમાં જ એવા ઘણા મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે દેશમાં ઑટોમોબાઈલ ક્ષેત્રમાં 10 લાખ લોકોની નોકરીઓ જોખમમા છે. બુધવારે ઉદ્યોગ નિકાસ એસીએમએ કહ્યુ કે ઑટોમોબાઈલ ઉદ્યોગ લાંબા સમય સુધી મંદી ચાલુ રહેવાના કારણે 1 મિલિયન (10 લાખ) નોકરીઓ પર જોખમ મંડરાઈ રહ્યુ છે. આ સમાચારોને પ્રિયંકા ગાંધીએ ટેગ કરીને ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.

ઑટોમોટિવ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચર્ચ એસોસિએશન ઑફ ઈન્ડિયા (એસીએમએ)ના અધ્યક્ષ રામ વેંકટરમનીએ બુધવારે જણાવ્યુ કે ઉત્પાદનમાં ઘટાડાથી ઑટો કંપોનેન્ટ સેક્ટરમાં સંકટ પેદા થઈ ગયુ છે. જો આ પ્રવૃત્તિ ચાલુ રહે તો અનુમાનિત 10 લાખ લોકોની નોકરી જઈ શકે છે. તમને જણાવી દઈએ કે ઑટોમોટિવ કંપોનેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન ઑફ ઈન્ડિયા જે ઑટો કંપોનેન્ટ ઈન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઈન્ડસ્ટ્રીમાં એકલા લગભગ 50 લાખ લોકોને રોજગાર આપે છે.

તમને જણાવી દઈએ કે ભારતનો ઑટો ઉદ્યોગ વર્તમાનમાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ ઉદ્યોગે પહેલા ત્રિમાસિકમાં યાત્રી વાહનના વેચાણ 18.4 ટકા અને જૂનમાં માસિક યાત્રી વાહનના વેચાણમાં 18 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઑટો ઈન્ડસ્ટ્રીમાં મંદી માટે જીએસટીને પણ જવાબદાર ગણાવ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X