પ્રિયંકા ગાંધીએ નવરાત્રિમાં કર્યો ગૃહ પ્રવેશ, જાણો અંદરથી કેવુ છે ઘર
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વિશેષ પૂજા બાદ છરાબડા સ્થિત ઘરમાં પ્રવેશ કર્યો. આના માટે વિશેષ રીતે દક્ષિણ ભારતથી પંડિતોને બોલાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વિશેષ પૂજા બાદ છરાબડા સ્થિત ઘરમાં પ્રવેશ કર્યો. આના માટે વિશેષ રીતે દક્ષિણ ભારતથી પંડિતોને બોલાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે નવા ઘરમાં પ્રવેશ માટે પ્રિયંકા ગાંધી રવિવારે શિમલા પહોંચ્યા હતા. ગૃહ પ્રવેશ માટે આયોજિત કાર્યક્રમમાં અમુક મહેમાનોને જ આમંત્રણ આપ્યુ હતુ.

ફર્નિચર છે ખાસ
પ્રિયંકા ગાંધીના છરાબડા સ્થિત ઘરને તેમની પસંદના ફર્નિચરથી સજાવવામાં આવ્યુ છે. મોટાભાગના ફર્નિચરનુ નિર્માણ અખરોટના લાકડાથી કરવામાં આવ્યુ છે. બધા બેડરૂમમાં અખરોટના લાકડાથી સીલિંગ લગાવવામાં આવી છે. સાજ સજાવટ માટે દિલ્લીથી ખાસ કરીને ઈન્ટીરિયર ડિઝાઈનરની ટીમ બોલાવવામાં આવી હતી. રસોઈમાં મોટેભાગે લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધીના ઘરનુ નિર્માણ આ વર્ષની શરૂઆતમાં પૂરુ કરી લેવામાં આવ્યુ હતુ.

ફર્નિચર છે ખાસ
પ્રિયંકા ગાંધીના છરાબડા સ્થિત ઘરને તેમની પસંદના ફર્નિચરથી સજાવવામાં આવ્યુ છે. મોટાભાગના ફર્નિચરનુ નિર્માણ અખરોટના લાકડાથી કરવામાં આવ્યુ છે. બધા બેડરૂમમાં અખરોટના લાકડાથી સીલિંગ લગાવવામાં આવી છે. સાજ સજાવટ માટે દિલ્લીથી ખાસ કરીને ઈન્ટીરિયર ડિઝાઈનરની ટીમ બોલાવવામાં આવી હતી. રસોઈમાં મોટેભાગે લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધીના ઘરનુ નિર્માણ આ વર્ષની શરૂઆતમાં પૂરુ કરી લેવામાં આવ્યુ હતુ.

બગીચો પણ છે ખાસ
બગીચામાં ચેરી, સફરજન, બદામ સહિત ઘણા પ્રકારના વિશેષ છોડ લગાવવામાં આવ્યા છે. પ્રિયંકાના બગીચામાં તૈયાર ચેરી તેમના બાળકો માટે દિલ્લી પહોંચતી રહી છે. છોડ ઘરની ચારે તરફ લગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકાનું ઘર છેલ્લા 10 વર્ષથી અહીં બની રહ્યુ છે. એક વાર પહેલા ભવનનુ નિર્માણ કરવામાં આવ્યુ પરંતુ તેને તોડવામાં આવ્યુ અને ત્યારબાદ ફરીથી નવુ નિર્માણ શરૂ કરવામાં આવ્યુ. પ્રિયંકા વાડ્રાના ઘરની પાસે જ સફરજનનો બગીચો છે જ્યાં સફરજન ઉપરાંત ચેરી પણ થાય છે.

11 વર્ષ પહેલા ખરીદી હતી જમીન
લગભગ 11 વર્ષના લાંબા અરસા બાદ આ ઘર બનીને તૈયાર થયુ છે. આ દરમિયાન બે ત્રણ વાર ઘરને તોડીને નવ બનાવવામાં પણ આવ્યુ. નિર્માણ કાર્ય જોવા પ્રિયંકા ગાંધી પોતાની માતા સાથે ઘણીવાર આવતા રહે છે. આ દરમિયાન બંને નજીકની ફાઈવ સ્ટાર હોટલમાં રોકાતા હતા. પ્રિયંકાને છરાબડા એટલુ ગમી ગયુ કે તેમણે અહીં જ વસવાનુ મન બનાવી લીધુ. તેમણે પોતાના બંગલા માટે 11 વર્ષ પહેલા 2007માં છરાબડામાં જમીન ખરીદી. આ જમીન સાડા ત્રણ વિઘાથી વધુ છે. આમ તો હિમાચલથી બહારના લોકો અહીં જમીન ના ખરીદી શકે પરંતુ ભાજપ, કોંગ્રેસ હિમાચલની બંને સરકારોની મહેરબાનીથી પ્રિયંકાને સરળતાથી અહીં જમીન મળી ગઈ. ધારા-118ની પરમિશન આપવા માટે કેબિનેટમાં પણ ઝડપ દર્શાવવામાં આવી અને પ્રિયંકાએ કલમ 118 હેઠળ જમીન ખરીદી. જે આઠ હજાર ફૂટની ઉંચાઈએ સ્થિત છે અને ચારે તરફથી હર્યાભર્યા દેવદારના વૃક્ષોથી ઘેરાયેલી છે. પ્રિયંકાએ જમીન 47 લાખ રૂપિયામાં ખરીદી હતી.












Click it and Unblock the Notifications
