For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેરોજગારી પર વાત કરવાથી આના કારણે કતરાય છે સરકારઃ પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશમાં વધતી બેરોજગારી માટે કેન્દ્રની મોદી સરકાર પર આકરો હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશમાં વધતી બેરોજગારી માટે કેન્દ્રની મોદી સરકાર પર આકરો હુમલો કર્યો છે. પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધીને કહ્યુ કે છેલ્લા પાંચ વર્ષોમાં 3.64 કરોડ લોકોની નોકરી જતી રહી. પ્રિયંકા ગાંધીએ આની સાથે સંબંધિત એક રિપોર્ટને શેર કરીને કહ્યુ કે મોટી જાહેરાતોનુ પરિણામ એ છે કે 3.64 કરોડ લોકો બેરોજગાર થઈ ગયા. આ જ કારણ છે કે મોદી સરકાર નોકરી પર વાત કરવાથી કતરાય છે. પ્રિયંકાએ જે રિપોર્ટને ટ્વિટ કરીને શેર કર્યો છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે 7 મુખ્ય સેક્ટરમાં 3.64 કરોડ લોકો બેરોજગાર થયા છે.

મોટા દાવાઓની આ છે હકીકત

મોટા દાવાઓની આ છે હકીકત

પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ, નોકરીઓ આપવાના તમામ મોટા વચનોની હકીકત આછે. દેશના સાત મોટા ક્ષેત્રોમાં લગભગ સાડા ત્રણ કરોડ લોકો બેરોજગાર થઈ ગયા છે. મોટા-મોટા નામો અને જાહેરાતોનુ પરિણામ છે 3 કરોડ 64 લાખ બેરોજગાર લોકો. એટલા માટે જ તો સરકાર નોકરી પર વાત કરવાથી કતરાય છે. આ પહેલા પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર પણ નિશાન સાધ્યુ હતુ. તેમણે યોગી સરકાર પર માનવાધિકારોના હનનનો આરોપ લગાવ્યો છે. આજે પ્રિયંકા માનવાધિકાર પંચ પાસે ફરિયાદ નોંધાવવા જઈ શકે છે.

પોલિસની કાર્યવાહી સામે ફરિયાદ

માહિતી અનુસાર યુપી કોંગ્રેસ પ્રતિનિધિમંડળ અને પ્રિયંકા ગાંધી નાગરિકતા કાયદા (સીએએ) સામે પ્રદર્શન દરમાયન રાજ્યની પોલિસ દ્વારા ઉઠાવવામાં આવેલા કડક પગલા સામે માનવાધિકાર પંચમાં ફરિયાદ કરાવશે. સૂત્રો મુજબ પ્રિયંકા ગાંધી આ પ્રતિનિધિમંડળનુ નેતૃત્વ કરશે. તેમની સાથે યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ, ધારાસભ્ય દળના નેતા આરાધના મિશ્રા, સાંસદ પી એલ પુનિયા સહિત ઘણા વરિષ્ઠ નેતા હાજર રહેશે.

અરાજકતાનો આરોપ

અરાજકતાનો આરોપ

પ્રિયંકા ગાંધીએ આ પહેલા પણ રાજ્યપાલ પાસે યુપી પોલિસ સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોલિસની કાર્યવાહી વિષે તપાસની માંગ કરી હતી. પ્રિયંકા ગાંધીએ યુપી પોલિસ પર અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમનુ કહેવુ છે કે પોલિસ એવા પગલા લઈ રહી છે કે, જેનો કોઈ લીગલ આધાર નથી. બિજનૌરમાં બે લોકોના મોત માટે પણ પ્રિયંકાએ પોલિસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતની કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની છાત્ર ચૂંટણીમાં ABVP બધી સીટો પર હારીઆ પણ વાંચોઃ ગુજરાતની કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની છાત્ર ચૂંટણીમાં ABVP બધી સીટો પર હારી

English summary
Priyanka Gandhi hits on modi government over unemployment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X