For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીડિત પરિવારના નાર્કો ટેસ્ટ પર પ્રિયંકા ગાંધી ભડક્યા, રાહુલ ગાંધી આજે ફરીથી જશે હાથરસ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

હાથરસઃ હાથરસ ગેંગરેપ અને મોત કેસ માટે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર અને યુપી પોલિસ સવાલોના ઘેરામાં છે. હાથરસ પીડિતાના પરિવારને તેમના જ ઘરમાં કેદ કરી લેવામાં આવ્યા છે. પીડિતાના ગામમાં ઘેરબંધી કરી દેવામાં આવી છે. પોલિસ ખૂણે-ખૂણે તૈનાત છે. પીડિતાના પરિવારનો આરોપ છે કે પ્રશાસન તેમને ધમકાવી રહી છે. આ દરમિયાન શનિવારે (3 ઓક્ટોબર) કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ છે. પ્રિયંકા ગાંધીએ પીડિત પરિવારના નાર્કો ટેસ્ટ થવાની વાત પર કહ્યુ છે કે પીડિત પરિવારને ધમકાવવાનુ બંધ કરો. આ વ્યવહાર દેશને મંજૂર નથી.

આ વ્યવહાર દેશને મંજૂર નથીઃ પ્રિયંકા ગાંધી

આ વ્યવહાર દેશને મંજૂર નથીઃ પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ, 'યુપી સરકાર નૈતિક રીતે ભ્રષ્ટ છે. પીડિતાને ઈલાજ ન મળ્યો, સમયે ફરિયાદ ન લખી, શબને જબરદસ્તી બાળવામાં આવ્યુ, પરિવાર કેદમાં છે, તેમને દબાવવામાં આવી રહ્યા છે - હવે તેમને ધમકી આપવામાં આવી રહી છે કે નાર્કો ટેસ્ટ થશે. આ વ્યવહાર દેશને મંજૂર નથી. પીડિતાના પરિવારને ધમકાવવાનુ બંધ કરો.' પ્રિયંકા ગાંધીએ પોતાના એક અન્ય ટ્વિટમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના રાજીનામાની માંગ કરી છે. પ્રિયંકાએ લખ્યુ છે કે યોગીજી તમને નૈતિક રીતે સીએમ રહેવાનો કોઈ અધિકાર નથી.

યુપી પ્રશાસન સત્ય છૂપાવવા માટે હેવાનિયત પર ઉતરી આવ્યુ

યુપી પ્રશાસન સત્ય છૂપાવવા માટે હેવાનિયત પર ઉતરી આવ્યુ

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ હતુ કે આ પ્યારી બાળકી અને તેના પરિવાર સાથે યુપી સરકાર અને તેમની પોલિસ દ્વારા કરેવામાં આવી રહેલ વ્યવહાર મને સ્વીકાર્ય નથી. કોઈ પણ હિંદુસ્તાનીને આ સ્વીકાર્ય ન હોવુ જોઈએ. આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વિ કર્યુ હતુ - યુપી પ્રશાસન સત્ય છૂપાવવા માટે હેવાનિયત પર ઉતરી આવી છે. ના તો અમને, ના તો મીડિયાને પીડિતાના પરિવારને મળવા દેવા અને ના તેમને બહાર આવવા દે છે. ઉપરથી પરિવારજનો સાથે મારપીટ અને હેવાનિયત. કોઈ પણ ભારતીય આવા વલણનુ સમર્થન ન કરી શકે.

રાહુલ ગાંધી આજે ફરીથી પહોંચશે હાથરસ

રાહુલ ગાંધી આજે ફરીથી પહોંચશે હાથરસ

રાજકીય પક્ષો સતત હાથરસ પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. આ ક્રમમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ફરીથી હાથરસ જવાની કોશિશ કરશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તે બપોરે હાથરસ માટે નીકળશે. તેમની સાથે કોંગ્રેસ સાંસદોનુ એક દળ પણ જશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ પ્રતિનિધિમંડળ પીડિતાના પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમનુ દુઃખ વહેંચશે. વળી, રાહુલના હાથરસ પહોંચવાના સમાચારોના કારણે એક વાર ફરીથી પોલિસ એલર્ટ પર છે અને સીમા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો કે તે કેટલા વાગે હાથરસ આવશે એ સ્પષ્ટ નથી.

કૃષિ બિલો-સ્કૂલ ફીના વિરોધમાં કોંગ્રેસનુ ગુજરાતમાં પ્રદર્શનકૃષિ બિલો-સ્કૂલ ફીના વિરોધમાં કોંગ્રેસનુ ગુજરાતમાં પ્રદર્શન

English summary
Priyanka Gandhi hits on yogi government over Hathras victim family narco test, Rhaul Gandhi may go to Hathras today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X