For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનભદ્ર હત્યાકાંડઃ પ્રિયંકાએ પત્રકારોને કહ્યુ, ‘પ્રશાસન પર દબાણ કરો, મારી પાછળ કેમ પડ્યા છો'

સોનભદ્ર નરસંહારના પીડિત પરિવારોને મળવા પહોંચેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મિર્ઝાપુરના ચુનાર કિલામાં અમુક પરિવારો સાથે મુલાકાત કરી છે. હજુ બધા પરિવારોને તે મળી શક્યા નથી.

|
Google Oneindia Gujarati News

સોનભદ્ર નરસંહારના પીડિત પરિવારોને મળવા પહોંચેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મિર્ઝાપુરના ચુનાર કિલામાં અમુક પરિવારો સાથે મુલાકાત કરી છે. હજુ બધા પરિવારોને તે મળી શક્યા નથી. આ વિશે પ્રિયંકાએ કહ્યુ છે કે તે બધા પરિવારોને મળીને જ પાછા જશે. પીડિત પરિવારોને ન મળવા દેવા પર પ્રિયંકાએ મીડિયાને કહ્યુ, 'હું પ્રશાસનની માનસિકતા સમજી નથી શકતી. તે મને કેમ પરિવારોને મળવા નથી દઈ રહ્યા.' તેમણે પત્રકારોને કહ્યુ કે, 'તમે મારી પાછળ કેમ પડ્યા છો, તમે પીડિત પરિવારો માટે પ્રશાસન પર દબાણ કરો.'

priyanka gandhi

પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે જ્યારે પ્રશાસને લોકોની મદદ કરવાની હતી, તેમની સુરક્ષા કરવાની હતી ત્યારે તેમનો સાથ ન આપ્યો. અત્યારે પણ તેમને જ હેરાન કરવામાં આવી રહ્યા છે. મને મળવા દેવામાં પણ નથી આવી રહી, જ્યાં સુધી હું તેમના પરિવારોના સભ્યોને નહિ મળુ ત્યાં સુધી અહીંથી નહિ જઉ.

શુક્રવારે સોનભદ્ર જઈ રહેલા પ્રિયંકાને કસ્ટડીમાં લઈને અહીં ચુનાર કિલામાં રાખવામાં આવ્યા છે. પ્રિયંકાને ગામ ન જવા દીધા બાદ શનિવારે મૃતકોના પરિવાર તેમને મળવા અહીં પહોંચ્યા છે પરંતુ 15માંથી બે પરિવારોને જ તેમને મળવા માટે અંદર મોકલવામાં આવ્યા. પીડિત પરિવારજનો સાથે મુલાકાત બાદ પ્રિયંકા ગાંધી ફરીથી એક વાર ધરણા પર બેસી ગયા છે. પ્રિયંકા ગાંધી તેનાથી નારાજ છે કે પીડિત પરિવારના 15 સભ્યો તેમને મળવા આવ્યા પરંતુ માત્ર બેને જ અંદર આવવાની મંજૂરી આપવામાં આવી અને બાકી લોકોને ગેસ્ટ હાઉસની બહાર રોકી લેવામાં આવ્યા.

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઘોરાવલ વિસ્તારના ઉમ્ભા ગામમાં બુધવારે ભૂમાફિયાના લોકોએ જમીન પર કબ્જો લેવા માટે ગોળીઓ ચલાવીને દસ જણની હત્યા કરી દીધી હતી. પીડિત પરિવારોને મળવા માટે પ્રિયંકા ગાંધી શુક્રવારે સોનભદ્ર જવા ઈચ્છતા હતા પરંતુ તેમને મિર્ઝાપુરમાં કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા હતા.

આ પણ વાંંચોઃ CM અમરિંદર સિંહે સ્વીકાર્યુ સિદ્ધુનુ રાજીનામુ, પંજાબ કોંગ્રેસમાં હલચલઆ પણ વાંંચોઃ CM અમરિંદર સિંહે સ્વીકાર્યુ સિદ્ધુનુ રાજીનામુ, પંજાબ કોંગ્રેસમાં હલચલ

English summary
priyanka gandhi after meet family members of victims sonbhadra firing case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X