પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહ પર સવાલ ઉઠાવ્યા

પ્રિયંકા ગાંધી વાડ્રાએ પીએમ મોદી-અમિત શાહને પૂછ્યું છે કે કયા આધાર પર તેમના પક્ષના નેતાઓને જમ્મુ-કાશ્મીરમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે.

ફરી એકવાર કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે, પ્રિયંકા ગાંધી વાડ્રાએ પીએમ મોદી-અમિત શાહને પૂછ્યું છે કે કયા આધાર પર તેમના પક્ષના નેતાઓને જમ્મુ-કાશ્મીરમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે. હકીકતમાં, શુક્રવારે પ્રદેશ કોંગ્રેસને પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા અટકાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓએ હવે પૂછ્યું હતું કે મીડિયા સાથે વાત કરવી કોઈ ગુનો છે, તો તમને જણાવી દઈએ કે ગઈકાલે પોલીસે પાર્ટીના મુખ્ય પ્રવક્તા રવિન્દ્ર શર્માની અટકાયત કરી હતી અને જમ્મુ કાશ્મીરના કોંગ્રેસ પ્રમુખ ગુલામ અહમદ મીરને નજરકેદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અનામત વિશે સંઘ પ્રમુખે એક વાર ફરીથી આપ્યુ છે મોટુ નિવેદન

મોદી-શાહ સરકાર માને છે કે ભારતમાં હજી પણ લોકતંત્ર છે?

મોદી-શાહ સરકાર માને છે કે ભારતમાં હજી પણ લોકતંત્ર છે?

પ્રિયંકા ગાંધીએ આ બાબતે બે ટ્વીટ કરી છે, પહેલી ટ્વિટમાં તેમણે પૂછ્યું છે કે કયા આધાર પર જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી, શું મીડિયા સાથે વાત કરવી ગુનો છે? અને બીજી ટ્વીટમાં તેમણે પૂછ્યું છે કે શું મોદી-શાહ સરકાર માને છે કે ભારતમાં હજી લોકતંત્ર છે?

પ્રિયંકા ગાંધીનો આકરો પ્રહાર

હકીકતમાં, કોંગ્રેસના જમ્મુ-કાશ્મીર એકમને શુક્રવારે પત્રકાર પરિષદ યોજતા અટકાવવામાં આવ્યા હતા અને પોલીસે પાર્ટીના મુખ્ય પ્રવક્તા અને ભૂતપૂર્વ એમએલસી રવિન્દ્ર શર્માની જમ્મુ સ્થિત પાર્ટીના મુખ્યાલય ખાતે અટકાયત કરી હતી. પોલીસનું કહેવું છે કે શર્માને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કોંગ્રેસનો દાવો છે કે તેમના પ્રદેશ અધ્યક્ષ ગુલામ અહમદ મીરને પણ તે જ સમયે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા જયારે તેઓ પાર્ટી કાર્યાલયમાં જતાં હતા .

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ રોષ ઠાલવ્યો

આ અગાઉ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ જમ્મુ-કાશ્મીરના "બે નેતાઓની ધરપકડ" ની નિંદા કરતા શુક્રવારે સરકાર પર પ્રહાર કર્યા હતા અને પૂછ્યું હતું કે આખરે આ 'પાગલપન' ક્યારે સમાપ્ત થશે?

રાહુલે પૂછ્યું- આ પાગલપન ક્યારે સમાપ્ત થશે?

રાહુલે પૂછ્યું- આ પાગલપન ક્યારે સમાપ્ત થશે?

તેમણે ટ્વિટ કરીને કહ્યું, જમ્મુ-કાશ્મીર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલામ મીર અને પ્રવક્તા રવિન્દ્ર શર્માની ધરપકડની હું નિંદા કરું છું. ગાંધીએ કહ્યું, રાષ્ટ્રીય રાજકીય પક્ષ વિરુદ્ધ આ અકારણ કાર્યવાહીથી સરકાર લોકતંત્રને વધુ નીચે લઇ ગઈ છે, આ પાગલપન ક્યારે સમાપ્ત થશે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X