For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનામત વિશે સંઘ પ્રમુખે એક વાર ફરીથી આપ્યુ છે મોટુ નિવેદન

અનામત વિશે એક વાર ફરીથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે એક સારા માહોલમાં અનામત માટે બંને પક્ષો વચ્ચે ચર્ચા થવી જોઈએ.

|
Google Oneindia Gujarati News

અનામત વિશે એક વાર ફરીથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે એક સારા માહોલમાં અનામત માટે બંને પક્ષો વચ્ચે ચર્ચા થવી જોઈએ. જે લોકો અનામતનું સમર્થન કરે છે અને જે લોકો અનામતનો વિરોધ કરે છે એ બંને વચ્ચે આ મુદ્દા માટે સ્વસ્થ ચર્ચા થવી જોઈએ. ભાગવતે આ નિવેદન દિલ્લીની ઈગ્નૂમાં સંસ્કૃત ઉત્થાન ઉદઘાટનના કાર્યક્રમમાં બોલતા આપ્યુ.

mohan bhagwat

ભાગવતે કહ્યુ કે જે લોકો અનામતના સમર્થનમાં છે તેમણે એ ધ્યાનમાં રાખીને બોલવુ જોઈએ કે એ લોકોનું હિત પણ સુરક્ષિત છે જે લોકો અનામતના વિરોધમાં છે. બરાબર એ જ રીતે જે લોકો અનામતના વિરોધમાં છે તેમણે એ વાતનું ધ્યાન રાખીને બોલવુ જોઈએ કે જે લોકો આના સમર્થનમાં છે તેમના હિતોની રક્ષા થાય. બંનેએ એકબીજાનુ ધ્યાન રાખવુ જોઈએ. ભાગવતે કહ્યુ કે અનામત પર જ્યારે પણ ચર્ચાની વાત થાય છે લોકો આના પર આકરી પ્રતિક્રિયા આપવા લાગે છે જ્યારે આ મુદ્દે સારો માહોલમાં ચર્ચા થવી જોઈએ જેમાં સમાજના દરેક વર્ગે ભાગ લેવો જોઈએ.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મોહન ભાગવતે અનામત વિશે નિવેદન આપ્યુ હતુ ત્યારબાદ એ તમામ વિવેચકોના નિશાન બની ગયા હતા. તેમણે કહ્યુ હતુ કે અનામતની સમીક્ષા થવી જોઈએ ત્યારબાદ તમામ રાજકીય દળોએ તેમના આ નિવેદનનો વિરોધ કર્યો હતો. ભાગવતે કહ્યુ હતુ કે ભાજપ અને વર્તમાન સરકારમાં સંઘના લોકો છે, આ લોકો આરએસએસનું સાંભળી શકે છે પરંતુ એનો એવો અર્થ બિલકુલ નથી કે તેમણે સંઘનું સાંભળવુ પડશે, જો તે ઈચ્છે તો અમારી સાથે સંમત થઈ શકે છે.

આ પણ વાંચોઃ હિમાચલ-ઉત્તરાખંડમાં રેડ એલર્ટ, દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવનાઆ પણ વાંચોઃ હિમાચલ-ઉત્તરાખંડમાં રેડ એલર્ટ, દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

English summary
RSS Chief Mohan Bhagwat once again says there should be dialogue on reservation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X