PICS: લખનઉમાં પ્રિયંકાનો રોડ શો, આ અંદાજમાં કાર્યકર્તાઓ વચ્ચે જોવા મળ્યા

લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક કહેવાતા પ્રિયંકા ગાંધીએ આજે લખનઉમાં રોડ શો કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક કહેવાતા પ્રિયંકા ગાંધીએ આજે લખનઉમાં રોડ શો કરી રહ્યા છે. તેમના રોડ શોમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર સહિત જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગ્રેસના ઘણા મોટા નેતા શામેલ થયા છે. પ્રિયંકા ગાંધીનો રોડ શો એરપોર્ટથી પાર્ટીના પ્રદેશ મુખ્યાલય સુધી ચાલશે.

priyanka gandhi

લગભગ 12 કિલોમીટર લાંબો આ રોડ શો બાદ પ્રિયંકા ગાંધી લાલ બાગમાં એક રેલી પણ સંબોધિત કરશે. આ રોડ શોમાં પ્રિયંકા ગાંધી સંપૂર્ણપણે એક નેતા રૂપે જોવા મળ્યા. તો બીજી તરફ પ્રિયંકા ગાંધીને જોવા માટે હજારો કાર્યકર્તાઓ જોવા મળ્યા. તો આવો જોઈએ પ્રિયંકા ગાંધીના રોડ શોની એક ઝલક.

priyanka gandhi 2

પ્રિયંકા ગાંધી આ રોડ શોને ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કારણકે જનરલ સેક્રેટરી બનાવાયા બાદ આ તેમનો પહેલો રોડ શો છે. એટલા માટે એક રીતે આ લોકસભા ચૂંટણી પ્રચાર માટે તેમનો આગાઝ માનવામાં આવી રહ્યો છે.

priyanka gandhi 4

પ્રિયંકા ગાંધીના રાજકારણમાં પગલાં માંડ્યા બાદ સત્તાધારી પાર્ટી માટે પણ મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે. કારણકે પ્રિયંકા ગાંધીનું સંપૂર્ણ ધ્યાન પૂર્વાંચલમાં પાર્ટીને મજબૂત કરવા પર રહેશે. કારણકે પૂર્વાંચલમાં સત્તાધારી પાર્ટીને મજબૂત માનવામાં આવે છે.

priyanka gandhi 5

પ્રિયંકા ગાંધીના આ રોડ શોથી તમે અંદાજ લગાવી શકે છે કે યૂપીમાં તેમના આવ્યા બાદથી કાર્યકર્તાઓમાં કેટલો જોશ આવ્યો છે. લગભગ 12 કિમી લાંબા આ રોડ શોમાં આખેઆખા રસ્તા કાર્યકર્તાઓથી ભરેલા પડ્યા હતા.

priyanka gandhi 6

આ રોડ શોમાં એક અલગ નઝારો પણ જોવા મળ્યો જ્યારે બસ પર રાફેલનો ફોટો લગાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ફાઈટર જેટ રાફેલ વિમાનની ડીલ અંગે કોંગ્રેસ શરૂઆતથી જ સવાલ ઉઠાવી રહ્યા છે.

priyanka gandhi 7

ફોટોમાં પણ તમે જોઈ શકો કે પોતાના કાર્યકર્તાઓ વચ્ચે પહોંચેલા પ્રિયંકા ગાંધી કઈ રીતે સૌનુ અભિવાદન ઝીલી રહ્યા છે. પ્રિયંકા ગાંધી સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ બસની ઉપર ઉભેલા જોવા મળી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X