For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ માટે માત્ર પોસ્ટર બૉય છે ખેડૂત, સીએમ યોગીએ છેતર્યાઃ પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર હુમલો કર્યો છે. તેમણે ટ્વિટ કરીને ખેડૂતોની બાબત ઉઠાવતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર હુમલો કર્યો છે. તેમણે ટ્વિટ કરીને ખેડૂતોની બાબત ઉઠાવતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. પ્રિયંકાએ કહ્યુ કે ભારતીય જનતા પાર્ટી ગરીબ ખેડૂતોનો માત્ર જાહેરાત માટે ઉપયોગ કરે છે, ખેડૂતો માટે આજ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારે કોઈ યોજના લાગુ કરી નથી જેનાથી તેમનુ કલ્યાણ થયુ હોય.

Priyanka Gandhi

એટલુ જ નહિ પ્રિયંકાએ પોતાના ટ્વિટમાં યોગી સરકાર પર ઘણા ગભીર આરોપ લગાવ્યા છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યુ કે ઉત્તર પ્રદેશે ખેડૂતોને હેરાન કરવા માટે ઘણી રીતો અપનાવી છે. યોગી સરકારે દેવામાફી, સસ્તી વિજળીના નામે ગરીબ અને ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. પ્રિયંકાએ આગળ કહ્યુ, વિજળીના નામે રાજ્ય સરકારે ખેડૂતોને જેલમાં નાખ્યા અને પૂર-વરસાદથી પાક બરબાદ થઈ ગયા બાદ પણ આજ સુધી તેમને વળતર આપવામાં આવ્યુ નથી.

પ્રિયંકાના ટ્વિટ બાદ ભાજપમાં હલચલ મચી ગઈ છે. જો કે યોગી સરકાર તરફથી તેમના આ ટ્વીટ પર કોઈ પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી. આવુ પહેલી વાર નથી જ્યારે કોંગ્રેસના મહાસચિવે આવી તીખા તેવર બતાવ્યા છે, આ પહેલા પણ તે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રત્યે હુમલાખોર રહી છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના ટ્વીટમાં મોદી સરકાર પર પણ હુમલો કર્યો છે. તેમણે ભાજપ ખેડૂતો સાથે છળ કરવાનો આરોપ લગાવી કહ્યુ કે પાર્ટી ખેડૂતોનો માત્ર પ્રચાર માટે ઉપયોગ કરે છે.

મહિલાઓ સાથે થઈ રહ્યો અન્યાય

ગાંધી જયંતિના પ્રસંગે પણ પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર મહિલાઓ સાથે અન્યાય કરવાનો આરોપ લગાવ્યો હતો. મહાત્મા ગાંધીની 150મી જયંતિ પર મૌન થઈને પદયાત્રા કાઢતા પહેલા તેમણે કહ્યુ હતુ કે રાજ્યમાં મહિલાઓ સામે અત્યાચાર ઘણા વધી રહ્યા છે. અને સરકાર આ તરફ કોઈ ધ્યાન નથી આપી રહી, ઉત્તરપ્રદેશની મહિલાઓ સુરક્ષિત નથી.

આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી ભેટ, મોંઘવારી ભથ્થુ 5% વધ્યુઆ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી ભેટ, મોંઘવારી ભથ્થુ 5% વધ્યુ

English summary
Priyanka Gandhi Vadra attacked on BJP for treatment of farmers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X