For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JNU હિંસાઃ છાત્રએ પ્રિયંકાને જણાવ્યુ, પોલિસે ઘણી વાર માથા પર મારી લાત

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાધી વાડ્રાએ જેએનયુ હિંસા મામલે સરકારની નિંદા કરી છે. તેમણે કહ્યુ છે કે વિશ્વવિદ્યાલયના એક છાત્રએ તેમને કહ્યુ કે પોલિસે ઘણા વાર તેના માથા પર લાત મારી.

|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્લી સ્થિત જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (JNU)માં રવિવારે બુકાનીધારીઓએ છાત્રો પર અચાનક હુમલો કરી દીધો. આ ઘટનાની આકરી નિંદા કરવામાં આવી રહી છે. માહિતી મુજબ બુકાનીમાં આવેલા આ હુમલાખોરોએ હોસ્ટેલમાં ઘુસીને છાત્રો પર હુમલો કર્યો. આ હુમલા માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાધી વાડ્રાએ સરકારની નિંદા કરી છે. તેમણે કહ્યુ છે કે વિશ્વવિદ્યાલયના એક છાત્રએ તેમને કહ્યુ કે પોલિસે ઘણા વાર તેના માથા પર લાત મારી.

દંડા અને અન્ય હથિયારથી હુમલો કર્યો

દંડા અને અન્ય હથિયારથી હુમલો કર્યો

પ્રિયંકાએ ઘાયલ છાત્રોને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન ટ્રોમા સેન્ટરમાં (AIIMS)માં મુલાકાત કરીને ઘણા ટ્વિટ કર્યા. તેમણે ટ્વિટર પર લખ્યુ, ‘એમ્સ ટ્રોમા સેન્ટરમાં ભરતી ઘાયલ છાત્રોએ મને જણાવ્યુ કે અમુક ગુંડા કેમ્પસમાં ઘૂસ્યા અને તેમના પર દંડા અને અન્ય હથિયારથી હુમલો કરી દીધો. ઘણા ઘાયલ છાત્રોના હાથ-પગ તૂટ્યા છે અને ઘણાના માથામાં વાગ્યુ છે. એક છાત્રએ મને જણાવ્યુ કે પોલિસે તેના માથા પર ઘણી વાર લાત મારી.'

સરકાર પોતાના હિંસક ઘટનાઓને અંજામ અપાવી રહી

સરકાર પોતાના હિંસક ઘટનાઓને અંજામ અપાવી રહી

તેમણે અન્ય એક ટ્વિટમાં કહ્યુ, ‘આ સરકાર પોતાના જ બાળકો સામે હિંસક ઘટનાઓને અંજામ અપાવી રહી છે. ડાબેરી નિયંત્રિત જેએનયુ છાત્ર સંઘ અને આરએસએસની છાત્ર વિંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ હિંસા માટે એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. ઘટનામાં ઘાયલ 20 લોકોને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. ઘણા વિપક્ષી દળ આ ઘટના માટે સરકાર પર નિશાન સાધી રહ્યા છે.'

આ પણ વાંચોઃ

હુમલાખોરો ત્રણથી ચાર હોસ્ટેલ સુધી પહોંચ્યા

હુમલાખોરો ત્રણથી ચાર હોસ્ટેલ સુધી પહોંચ્યા

જો કે પોલિસનુ કહેવુ છે કે ઘાયલ છાત્રો દ્વારા આપેલા નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. વિશ્વવિદ્યાલયમાં થયેલી હિંસાનો વિરોધ કરી રહેલા જેએનયુનના અમુક છાત્રોએ વિશ્વવિદ્યાલયમાં પહોંચેલા પોલિસ અધિકારીઓને જણાવ્યુ કે બુકાનીધારી હુમલાખોરો છાત્રોને મારવા માટે ત્રણથી ચાર હોસ્ટલ સુધી પહોંચી ગયા હતા.

English summary
priyanka gandhi vadra said to government on JNU violence that student told me cops kicked his head many times.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X