પ્રિયંકાના નિવેદનથી ધોવાઇ ગઇ તેમની બધી મહેનત

અમેઠી, 5 મે: એક તરફ પ્રિયંકા ગાંધી તેમના ભાઇ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીની જીત માટે પરસેવો વહાવી રહી છે, તો તેમણે ધીમા સ્વરે એવું તથ્ય સ્વિકાર કરી લીધું છે, જેમાં તેમની હાર છલકાઇ રહી છે. કોંગ્રેસની સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી વાઢેરાએ જો કે રાજકારણમાં આવવાની સંભાવનાને નકારી કાઢતાં આજે કહ્યું કે તેમને લાગતું નથી કે લોકસભા ચૂંટણીમાં કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમતિ મળશે.

પત્રકારો સાથે વાતચીતમાં તેમને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે શું આ ચૂંટણીમાં કોઇપણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળશે, પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મને લાગતું નથી કે કોઇપણ પક્ષને બહુમત મળશે. તેમણે રાજકારણમાં આવવા સંબંધી પ્રશ્નના જવાબમાં કહ્યું કે હાલમાં રાજકારણમાં આવવાનો કોઇ ઇરાદો નથી.

મારા બાળકો નાના છે. મારી મંશા છે કે બાળકો થોડા મોટા થાય ત્યાં સુધી હું તેમની દેખરેખ કરીશ, કારણ કે અમે બાળપણમાં દાદી અને પિતાને ગુમાવીને તે પીડાનો એહસાસ કર્યો હતો, એટલા માટે હું મારા બાળકોને માતાનો ભરપૂર પ્રેમ આપવા માંગુ છું.

05-priyanka-vadra-603

તેને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું અમે આશા રાખીએ કે તમે ભવિષ્યમાં રાજકારણમાં આવશો, પ્રિયંકા ગાંધીએ કહ્યું, હું તેમના માટે ભવિષ્યમાં વિચારીશ શું કરવું છે. પ્રિયંકા ગાંધીએ સ્વિકાર્યું કે અમેઠીના લોકોમાં કેટલાક કારણોથી નારાજગી છે. તેમણે કહ્યું, અહીંના લોકો કોઇ પક્ષના નથી, બધા સાથે મારો દિલ સાથે સંબંધ છે, પરંતુ તે કોઇને કોઇ કારણવશ નારાજ છે. આ કારણે તે મોટાભાગે વિરોધ કરે છે પરંતુ હું તેમને સાથે લાવવાનો પ્રયત્ન કરીશ.

તેમને પૂછવામાં આવ્યું કે આટલા દિવસો સુધી પ્રચારની કમાન સંભાળતી વખતે કેવો માહોલ લાગ્યો, પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અમને થોડી સમસ્યાઓ નડી, તો તે પોતાના જ સંગઠનથી થઇ. સંગઠનાત્મક ચૂંટણી બાદ અમારું સંગઠન નવું હતું, તેમને અનુભવ ન હતો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ તેમને અમેઠી અને રાયબરેલીના સંગઠનની જવાબદારી સોંપી દિધી છે અને તે ચૂંટણી બાદ પણ હવે દર મહીને અથવા બીજા મહિને આ બંને જગ્યાએ આવતી રહેશે અને સંગઠનને મજબૂત કરવાનું કામ કરશે.

તાજેતરમાં જ પોતાને મળેલી એસપીજી સુરક્ષાને પોતાના કાફલાથી અલગ કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું, અમે આ ચૂંટણીમાં અનુભવ્યું છે કે એસપીજીના લોકો જનતાની સાથે સારો વ્યવહાર કરતા નથી, જેથી તેમને સમસ્યા થાય છે. આ કારણે જ અમે થોડા દિવસો પહેલાં એસપીજીને પોતાના કાફલાથી દૂર કરી દિધો હતો.

વારાણસીથી નરેન્દ્ર મોદીના વિરૂદ્ધ ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર અજય રાયની વારાણસી જવાની અપીલ વિશે પૂછવામાં આવતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે હું તેમને જવાબ આપ્યો નથી પરંતુ હું પ્રચાર માટે વારાણસી જઇ રહી નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું તેમને પુસ્તકો વાંચવા અને ખાવાનો શોખ છે. ભલે પ્રિયંકા ગાંધી હવે લાખ સ્પષ્ટતા આપે, તેમની જીભ પરથી કડવી સચ્ચાઇ આવી રહી છે, જેને તે અંદર જ અંદર સમજી રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X