For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના નવા સંરક્ષણ મંત્રી બનીને ચીન-પાકિસ્તાનને જવાબ આપશે રાજનાથ સિંહ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં દેશના ગૃહમંત્રી રહેલા રાજનાથ સિંહ હવે આગામી સંરક્ષણ મંત્રી હશે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં દેશના ગૃહમંત્રી રહેલા રાજનાથ સિંહ હવે આગામી સંરક્ષણ મંત્રી હશે. તેમણે નિર્મલા સીતારમણનો પદભાર સંભાળ્યો છે. રાજનાથ સિંહને એક એવા વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે જેમના પક્ષ અને વિપક્ષમાં શામેલ દરેક નેતા સાથે સારા સંબંધ છે. કહેવાય છે કે તે દેશની વર્તમાન રાજનીતિમાં પહેલા એવા નેતા છે જેમના કોઈ દુશ્મન નથી. રાજનાથ સિંહે ગૃહમંત્રી તરીકે ખેડૂતોના વિરોધ પ્રદર્શનથી લઈને જમ્મુ કાશ્મીરમાં થતી હિંસા સુધી અને જાટ કોટા પર ચાલી રહેલ સંગ્રામને ઉકેલવામાં એક મહત્વની ભૂમિકા નિભાવી.

આ પણ વાંચોઃ મોદી સરકાર-2નો હિસ્સો કેમ ન બન્યુ જેડીયુ, નીતિશે જણાવ્યુ આ મોટુ કારણઆ પણ વાંચોઃ મોદી સરકાર-2નો હિસ્સો કેમ ન બન્યુ જેડીયુ, નીતિશે જણાવ્યુ આ મોટુ કારણ

વિશેષજ્ઞ જુએ છે વાજપેયીની છબી

વિશેષજ્ઞ જુએ છે વાજપેયીની છબી

રાજનાથ સિંહમાં ઘણા વિશેષજ્ઞ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની છબી જુએ છે. જાણકારો માને છે કે ભાજપમાં હાલમાં જો કોઈ અટલ બિહારી વાજપેયીની ‘અજાતશત્રુ', એટલે કે એવા વ્યક્તિ જેનો કોઈ શત્રુ નથીની ઈમેજને આગળ લઈ જઈ શકે છે તો તે માત્ર રાજનાથ સિંહ છે. રાજનાથના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ, મમતા બેનર્જી, મુલાયમ સિંહ યાદવ અને ઉમર અબ્દુલ્લા સાથે સારા સંબંધ છે. આ કારણે સરકાર જ્યારે કોઈ મુદ્દે ફસાઈ તો રાજનાથ સિંહને વિપક્ષ સાથે વાતચીત માટે મોકલવામાં આવ્યા. 67 વર્ષીય રાજનાથે લખનઉ લોકસભા સીટથી ચૂંટણી લડી અને ઐતિહાસિક જીત મેળવી.

શહીદોના શબને કાંધ આપનાર સંરક્ષણ મંત્રી

શહીદોના શબને કાંધ આપનાર સંરક્ષણ મંત્રી

14 ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલામાં શહીદોને કાંધ આપનાર રાજનાથ સિંહનો ફોટો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યુ હતુ. રાજનાથ સિંહ જે ફિઝિક્સના પ્રોફેસર રહ્યા છે તે 2013માં ભાજપના અધ્યક્ષ હતા.

યુપીના સીએમ પણ રહ્યા

યુપીના સીએમ પણ રહ્યા

પૂર્વ ગૃહમંત્રી અને હવે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 2000થી 2002 સુધી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા. વાજપેયી સરકારમાં તેમને પરિવહન અને કૃષિ મંત્રાલય સોંપવામાં આવ્યુ હતુ. તે બે વાર ભાજપના અધ્યક્ષ બન્યા. પહેલા વર્ષે 2005થી 2009 સુધી અને પછી 2013થી 2014 સુધી તેમણે જવાબદારી સંભાળી. તેઓ 24 વર્ષની ઉંમરે જનસંઘ સાથે જોડાયા અને તેમના જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

શિક્ષણ મંત્રી પણ બન્યા

શિક્ષણ મંત્રી પણ બન્યા

વર્ષ 1984માં તે ભાજપ યુવા મોરચાના યુપી અધ્યક્ષ બન્યા અને 1986માં તેમણે આની જવાબદારી સંભાળી. વર્ષ 1988માં તેમને યુવા મોરચના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેમને વિદાન પરિષદ માટે ચૂંટવામાં આવ્યા. વર્ષ 1991માં તેમને યુપીના શિક્ષણ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી.

વાજપેયીને ડ્રીમ પ્રોજેક્ટ કર્યો શરૂ

વાજપેયીને ડ્રીમ પ્રોજેક્ટ કર્યો શરૂ

1999માં અટલ બિહારી વાજપેયીએ તેમને પોતાની કેબિનેટમાં પરિવહન મંત્રાલય સોંપ્યુ. રાજનાથ સિંહે તે સમયે પીએમ વાજપેયીના ડ્રીમ પ્રોજેક્ટ સ્વર્ણિમ ચતુર્ભૂજની શરૂઆત કરનાર મંત્રી કહેવાતા હતા. 2000માં તે યુપીના સીએમ બન્યા અને બે વાર બારાબંકીના હૈદરગઢથી જીતીને વિધાનસભા પહોંચ્યા. 2002માં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને 2003માં તેમના કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા.

English summary
Profile of Rajnath Singh the new defence Minister of India who is known as a man with no enemies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X