આસારામ પર હવે દેહવ્યાપારનું રેકેટ ચલાવવાનો કેસ
જોધપુર, 26 ઓક્ટોબર: જોધપુર પોલીસ શારીરિક શોષણના આરોપી આસારામની વિરુદ્ધ સોમવાર સુધી ચાર્જશીટ દાખલ કરી શકે છે. આસારામને ન્યાયિક હિરાસત આજે પૂરી થઇ રહી છે. શુક્રવારે કોર્ટે આસારામની ન્યાયિક હિરાસત વધુ એક દિવસ માટે વધારી દીધી હતી. ચાર્જશીટમાં પોલીસ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાઇ પર પોતાના આશ્રમોથી દેહવ્યાપારનું રેકેટ ચલાવવાનો આરોપ લગાવ્યો છે.
પોલીસ આસારામને આઇપીસીની ધારા-370 અંતર્ગત ચાર્જશીટ કરી શકે છે. આ ધારા અંતર્ગત જો કોઇ શખ્શ કોઇ સગીરની સોદેબાજી કરે છે તો તેને ઉંમરકેદની સજા થઇ શકે છે. જો આસારામ પર આ આરોપ સિદ્ધ થઇ જશે તો તેમને જનમટીપ પણ થઇ શકે છે.

આ મામલામાં અમદાવાદ પોલીસે જોધપુર પોલીસ પાસેથી તેમની જપ્તી લીધી હતી અને કેટલાંક ટેસ્ટ અને તેમની પૂછપરછ કર્યા બાદ તેમને જોધપુર પોલીસને પરત સોંપી દેવાયા હતા. જ્યારે નારાયણ સાઇ ફરાર થઈ ગયા છે.












Click it and Unblock the Notifications
