પ્રોક્સી સિસ્ટમના વિરોધમાં પ્રદર્શન, વાંચો ખાસ ન્યૂઝ

Posted By:
Subscribe to Oneindia News

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લામાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા એક રેલી સંબોધવામાં આવી હતી. પૂર્વ ભારતીય સુકાની અને લિજેન્ડરી સ્પિનર બિશનસિંહ બેદી સહિતના પૂર્વ ક્રિકેટર્સ દ્વારા દિલ્હી ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં અને દિલ્હીમાં પ્રોક્સી સિસ્ટમના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

દાહોદમાં મોદી

દાહોદમાં મોદી

દાહોદ જિલ્લામાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા એક રેલી સંબોધવામાં આવી હતી.

પ્રોક્સી સિસ્ટમના વિરોધમાં પ્રદર્શન

પ્રોક્સી સિસ્ટમના વિરોધમાં પ્રદર્શન

પૂર્વ ભારતીય સુકાની અને લિજેન્ડરી સ્પિનર બિશનસિંહ બેદી સહિતના પૂર્વ ક્રિકેટર્સ દ્વારા દિલ્હી ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં અને દિલ્હીમાં પ્રોક્સી સિસ્ટમના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.

એવોર્ડ ફંક્શન

એવોર્ડ ફંક્શન

મુંબઇમાં એક એવોર્ડ ફંક્શન દરમિયાન હાજર રહેલા બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી.

દિલ્હીમાં ભાજપની બેઠક

દિલ્હીમાં ભાજપની બેઠક

નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની એક બેઠક મળી હતી. જેમાં હાજર રહેલા ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી.

એક એવોર્ડ ફંક્શનમાં કરીનાનું પરફોર્મન્સ

એક એવોર્ડ ફંક્શનમાં કરીનાનું પરફોર્મન્સ

મુંબઇમાં એક એવોર્ડ ફંક્શનમાં પરફોર્મ કરી રહેલી બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર.

એનએસયુઆઇની ઉજવણીમાં પોપ સિંગર

એનએસયુઆઇની ઉજવણીમાં પોપ સિંગર

નવી દિલ્હીમાં જંતર મંતર પર લોકપાલ બિલ પાસ થયાની ઉજવણી કરી રહેલા એનએસયુઆઇના કાર્યકર્તાઓ સાથે પરફોર્મ કરી રહેલી પોપ સિંગર વંદના વાઢેરા.

દક્ષિણ આફ્રિકા સામે ભારતનું નબળું પ્રદર્શન

દક્ષિણ આફ્રિકા સામે ભારતનું નબળું પ્રદર્શન

ડરબન ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટના અંતિમ દિવસે દક્ષિણ આફ્રિકાના બોલરો સામે ભારતીય બેટ્સમેન વામણા પુરવાર થયા હતા. ડેલ સ્ટેનની ઓવરમાં 32 રન પર ચેતેશ્વર પૂજારા આઉટ થતાં દક્ષિણ આફ્રિકન ટીમ ઝૂમી ઉઠી હતી.

ગોલ્ડ મેડલ વિજેતા

ગોલ્ડ મેડલ વિજેતા

યુએઇમાં યોજાયેલીવર્લ્ડ યુથ ચેમ્પિયનશિપ અન્ડર ટેન કેટેગરીમાં ગોલ્ડ મેડલ વિજેતા ઓરિસ્સા ચેસ પ્લેયર સયોનિ સોલંકી ભુવનેશ્વર એરપોર્ટ પર પહોંચી હતી.

English summary
Former Indian captain and legendary spinner Bishan Singh Bedi along with former cricketers during a two-day protest against proxy system in Delhi and District Cricket Association (DDCA) elections, at Feroz Shah Kotla in New Delhi on Monday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.