બાબાઓના આવ્યા ખરાબ દિવસો: સેક્સ સ્કેન્ડલમાં પકડાયા સારથી બાબા
લાગે છે કે દેશના બાબાઓના હાલ ખરાબ દિવસો ચાલી રહ્યા છે. નિત્યાનંદ મહારાજથી શરૂ થયેલો આ ચલણ શરૂ નિર્મલ બાબાથી થઇને આસારામ પર અટક્યો હતો. ત્યારે વળી પાછું હાલ રાધે માંની બોલબાલ શરૂ થઇ અને એટલામાં જ સારથી બાબાને પણ સીબીઆઇ દ્વારા ધરપકડ કરતા લોકોમાં હવે કયા ધર્મ ગુરુઓ પર વિશ્વાસ કરવો તે સવાલ ઊભો થયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ સારથી બાબાની સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર કેટલીક તસવીરો વાયરલ થઇ જતા આ હોહાપો થયો છે. આ તસવીરોમાં બાબા જીન્સ પેન્ટ અને સ્ટાલીશ ગોગ્લસ પહેરી એક ચાર સ્ટાર હોટલમાં ત્રણ દિવસ માટે રહ્યા હતા. વળી તેમણે ત્યાં માંસ અને મદીરા પણ પીધા હતા. આ તસવીરો જાહેર થયા બાદ પાછલા કેટલાય દિવસથી તેમના આશ્રમ આગળ અનેક લોકો વિરોધ કરી રહ્યા હતા. જે બાદ આજે ક્રાઇમ બ્રાન્સ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.
જો કે સારથી બાબાનું કહેવું છે કે આ તમામ વાતો ખોટી છે અને તેમની વિરુદ્ઘ કોઇ કાવતરું કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સારથી બાબાનું સાચું નામ સંતોષ રાઉલ છે. અને ઓડિસ્સામાં તેમણે પોતાને કૃષ્ણનો અવતાર કહ્યા બાદ લોકોના તેમને ધર્મગુરુ માનીને તેમની પૂજા કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
