For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેટલાય ગાઝી આવીને ગયા, જે બંદૂક ઉઠાવશે તે માર્યો જશે: સેના

100 કલાકની અંદર, ભારતીય સેનાએ સીઆરપીએફ કનવૉય પર આતંકવાદી હુમલા બદલ બદલો લીધો છે.

|
Google Oneindia Gujarati News

100 કલાકની અંદર, ભારતીય સેનાએ સીઆરપીએફ કનવૉય પર આતંકવાદી હુમલા બદલ બદલો લીધો છે. સેના ઘ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું કે પુલવામાં થયેલા આતંકી હુમલામાં શામિલ જૈશ-એ-મોહમ્મદના તમામ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. હવે ખીણમાં જૈશનો કોઈ કમાન્ડર જીવતો નથી. સાથે સાથે, સેનાની વતી ચેતવણી આપવામાં આવી છે કે ખીણમાં જે પણ બંદૂકો ઉઠાવશે તેમને ઠાર મારવામાં આવશે. 14 ફેબ્રુઆરીએ, કૉનવોય પર સીઆરપીએફના આતંકવાદી હુમલામાં 40 સૈનિકો માર્યા ગયા હતા. તે એક આત્મઘાતી હુમલો હતો જે જેશ આતંકી આદિલ અહમદ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. આદિલ પુલવોમાંના કોકેરેગાંવ નિવાસી હતો.

આ પણ વાંચો: જાણો કેમ પુલવામામાં દેશ માટે જીવ ગુમાવનાર જવાનોને શહીદનો દરજ્જો મળી શકશે નહિ?

રજા કેન્સલ કરીને ડ્યુટી પર

રજા કેન્સલ કરીને ડ્યુટી પર

મંગળવારે સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ ઘ્વારા એક જોઈન્ટ પ્રેસ કોન્ફ્રન્સ કરવામાં આવી. આ પ્રેસ કોન્ફ્રન્સમાં સેનાના કાશ્મીર સ્થિત ચિનારકોર કમાન્ડર બ્રિગેડિયર કવલજીત સિંહ ધિલ્લોન ઘ્વારા ઘણીં અગત્યની જાણકારી મીડિયાને આપવામાં આવી. બ્રિગેડિયર કવલજીત સિંહ ઇજાને કારણે રજા પર હતા પરંતુ હવે તેઓ પોતાની રજા કેન્સલ કરીને ડ્યુટી પર આવ્યા અને જવાનોનો જોશ વધાર્યો.

એન્કાઉન્ટર વચ્ચે કોઈ ના આવે

એન્કાઉન્ટર વચ્ચે કોઈ ના આવે

બ્રિગેડિયર કવલજીત સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પુલવામાં આતંકી હુમલાના 100 કલાકમાં ઘાટીમાં જેશ નેતૃત્વને ખતમ કરી દેવામાં આવ્યું છે. તેને પાકિસ્તાનથી હેન્ડલ કરવામાં આવી રહ્યું હતું. તેમને સ્થાનીય લોકોને ચેતવણી પણ આપી કે જે લોકો બંદૂક ઉઠાવશે અથવા ઘૂસણખોરી કરશે તેમને ઠાર મારવામાં આવશે. એટલું જ નહીં પરંતુ સેનાના એન્કાઉન્ટર વચ્ચે જે લોકો પણ આવશે તેમને પણ હેન્ડલ કરવામાં આવશે.

માં પોતાના દીકરાઓને સમજાવે નહીં તો જીવ જશે

માં પોતાના દીકરાઓને સમજાવે નહીં તો જીવ જશે

બ્રિગેડિયર કવલજીત સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આતંકી હુમલામાં જે પ્રકારના કાર બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે પ્રકારની કાર બ્લાસ્ટ ઘણા વર્ષો પહેલા કાશ્મીરમાં જોવામાં આવ્યો હતો. બ્રિગેડિયર કવલજીત સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કાશ્મીરમાં એક માતાનો રોલ ઘણો વધી જાય છે. તેમને કહ્યું કે મીડિયા ઘ્વારા હું દરેક માતાને અનુરોધ કરું છું કે તેઓ પોતાના બાળકને આતંકી બનતા રોકે અને તેમને મુખ્યધારામાં લાવે. જે પણ બંદૂક ઉઠાવશે તેમને મારી નાખવામાં આવશે.

English summary
Indian Army avenged the attack as all Jaish-e-Mohammed commanders are now dead in Jammu Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X