પત્નીને થયું કેન્સર તો હોસ્પિટલમાં મૂકીને ભાગ્યો પતિ
પતિ અને પત્ની હંમેશા એકબીજા સુખ અને દુઃખમાં સાથે રહેવાનું વચન આપે છે. પરંતુ અહીં એક પતિ પોતાની પત્નીને ત્યારે છોડીને ભાગી ગયો જયારે પત્નીને સૌથી વધુ તેની જરૂર હતી.
પતિ અને પત્ની હંમેશા એકબીજા સુખ અને દુઃખમાં સાથે રહેવાનું વચન આપે છે. પરંતુ અહીં એક પતિ પોતાની પત્નીને ત્યારે છોડીને ભાગી ગયો જયારે પત્નીને સૌથી વધુ તેની જરૂર હતી. રુખસાના હાલમાં પીપરી ચિંચવડ મહાપલિકાના યશવંતરાવ ચૌહાણ હોસ્પિટલ આઇસીયુ વોર્ડમાં છે. તેને કેન્સર છે. જયારે આ વાત તેના પતિ સલીમને ખબર પડી ત્યારે તે રુખસાના અને પોતાના બાળકોને હોસ્પિટલ મૂકીને ભાગી ગયો. હવે રુખસાના આઇસીયુ વોર્ડમાં એડમિટ છે અને તેના બાળકો એકલા પડી ગયા છે.

યશવંતરાવ ચૌહાણ હોસ્પિટલ આઇસીયુ વોર્ડમાં દાખલ મહિલા
ઔરંગાબાદના વેજાપુરમાં રહેનાર રુખસાના અને ઉત્તરપ્રદેશ નિવાસી સલીમ શેખે થોડા વર્ષે પહેલા લવ મેરેજ કર્યા હતા. બંને કામની શોધમાં એક શેહરથી બીજા શહેર ફરતા હતા. બંનેને અરમાન અને અંજુમ નામના બાળકો પણ છે. છેલ્લા કેટલાક સમય થી રુખસાના ની તબિયત ખરાબ ચાલી રહી હતી. 28 એપ્રિલ દરમિયાન સલીમે તેને હોસ્પિટલમાં દાખલ કરાવી જ્યાં ખબર પડી કે તેને કેન્સર છે.

સાત-આઠ દિવસથી હોસ્પિટલ આવવાનું બંધ
કેન્સર જાણ્યા પછી સલીમ થોડો અલગ અલગ રહેવા લાગ્યો. તેને છેલ્લા સાત-આઠ દિવસથી હોસ્પિટલ આવવાનું પણ બંધ કરી દીધું. રુખસાના તેના બાળકોને સમજાવી નથી શકતી કે આખરે તેમના પિતા તેમને છોડીને કેમ ચાલ્યા ગયા. હાલમાં "રિયલ લાઈફ, રિયલ પીપલ" નામની સંસ્થા ઘ્વારા રુખસાના અને તેના બાળકોની દેખરેખ રાખવામાં આવી રહી છે. રુખસાના ની તબિયત રોજ વધારે ખરાબ થઇ રહી છે, જેને કારણે તેના બાળકોના ભવિષ્ય પર સવાલ ઉભા થયા છે.

બાળકોને બાળ કલ્યાણ સમિતિને સોંપવામાં આવશે
સંસ્થાના પ્રમુખ એમએ હુસેન ઘ્વારા જણાવવામાં આવ્યું કે બાળકોને બાળ કલ્યાણ સમિતિને સોંપવામાં આવશે. રુખસાના અને સલીમે લવ મેરેજ કર્યા હતા પરંતુ સલીમે તેને ક્યારેય પણ પોતાના ઘરે લઈને ગયો નહીં. પેટ ભરવા માટે બંને અલગ અલગ શહેરોમાં ફરીને કરતબ દેખાડતા હતા.












Click it and Unblock the Notifications
