For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂણે-મુંબઈ એક્સપ્રેસ વે પર ભીષણ દૂર્ઘટના, 6 વાહનોની ટક્કરમાં 3 લોકોના મોત

પૂણે-મુંબઈ એક્સપ્રેસ વે પર ખોપોલી પાસે આજે સવારે વાહનોની ટક્કરમાં ત્રણ લોકોના મોત થઈ ગયા અને છ ઘાયલ થઈ ગયા.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રઃ પૂણે-મુંબઈ એક્સપ્રેસ વે પર ખોપોલી પાસે આજે સવારે વાહનોની ટક્કરમાં ત્રણ લોકોના મોત થઈ ગયા અને છ ઘાયલ થઈ ગયા. બધા ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં 2 લોકોની હાલત ખૂબ જ ગંભીર જણાવાઈ રહી છે. માહિતી મુજબ આ અકસ્માત પૂણે-મુંબઈ એક્સપ્રેસ વે પર ખોપોલી વિસ્તાર પાસે થયો છે જ્યાં સવારે સાડા પાંચ વાગ્યા આસપાસ 6 ગાડીઓ પરસ્પર ટકરાઈ ગઈ છે. આમાં 3 કાર, એક પ્રાઈવેટ બસ, એક ટેમ્પો અને એક ટ્રક શામેલ છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક સ્વિફ્ટ કાર તો ટ્રક અને ટેમ્પો વચ્ચે આવી ગઈ અને તેના ફૂરચેફૂરચા ઉડી ગયા.

accident

કારને કાપીને બહાર કાઢવા પડ્યા શબ

માહિતી મુજબ રસ્તા પાસે ઉભેલ મુરઘીઓ ભરેલા ટેમ્પોમાં એક કારે પહેલા ટક્કર મારી. ત્યારબાદ પાછળથી આવી રહેલ તેજ ગતિની ટ્રકે કારને ટક્કર મારી ત્યારબાદ એક-એક કરીને 6 ગાડીઓ પરસ્પર ટકરાઈ ગઈ. જે ગાડી એકદમ પિસાઈ ગઈ હતી તેને કાપીને લોકોને બહાર કાઢવા પડ્યા. ઘટના સ્થળે પોલિસ અને અન્ય બચાવ દળના લોકો પહોંચી ગયા છે ત્યારબાદ ઘાયલોને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. વળી, પોલિસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે.

ગયા સપ્તાહે પણ એક્સીડન્ટમાં 2 લોકોના ગયા હતા જીવ

તમને જણાવી દઈએ કે મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર રોજ આવા અકસ્માત થાય છે. ગયા સપ્તાહે ગુરુવારે પણ આ એક્સપ્રેસ વે પર આવી દૂર્ઘટના બની હતી જ્યાં એક ટ્રક અને ટેમ્પોની ટક્કરમાં 2 લોકોના મોત થઈ ગયા હતા. પોલિસના જણાવ્યા મુજબ ટ્રક પૂણેથી મુંબઈ આવી રહી હતી. જેવી તે રાતે 8 વાગ્યા આસપાસ ખોપોલી ક્ષેત્રને પાર કરી રહ્યુ હતુ, તેનો ચાલક વાહન પરનો કાબુ ગુમાવી બેઠો અને ટેમ્પોમાં ટક્કર મારી દીધી. આ દૂર્ઘટનામાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને ગંભીર ઈજા થઈ હતી ત્યારબાદ તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં બંનેના મોત થઈ ગયા હતા.

English summary
Pune-Mumbai Expressway accident, Three people died in a road accident near Khopoli on Pune-Mumbai Expressway.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X